Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

‘ધ સેતાનિક વર્સિઝ’ નામની નવલકથા દ્વારા સમગ્ર વિશ્વમાં ચર્ચિત બનેલા ભારતીય મૂળના અંગ્રેજી લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો બાદ હવે ‘હેરી પોટર’ સીરિઝના લેખિકાને મળી ધમકી

એક યુઝરે જવાબમાં લખ્યું હતું કે, ‘Don’t worry you are next’ મતલબ કે, ચિંતા ન કરો હવે તમારો વારો છે. મીર આસિફ અઝીઝ નામના ટ્વિટર હેન્ડલ પરથી લેખિકાને આ પ્રકારની ધમકી આપવામાં આવી હતી.

નવી દિલ્‍હીઃ ‘ધ સેતાનિક વર્સિઝ’ નામની નવલકથા દ્વારા સમગ્ર વિશ્વમાં ચર્ચિત બનેલા ભારતીય મૂળના અંગ્રેજી લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો. ત્યારે રશ્દી પર થયેલા હુમલાની ટીકા કરનારા લોકપ્રિય ‘હેરી પોટર’ સીરિઝના લેખિકા જેકે રોલિંગને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે, હુમલાખોરે ચપ્પા વડે રશ્દીના ગળા અને પેટના ભાગે 10-15 ઘા માર્યા હતા જેથી લેખક ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

લેખિકાએ રશ્દી પર થયેલા હુમલાની ઘટના અંગે પ્રતિક્રિયા આપીને પોતાને ખૂબ જ દુઃથ થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારે એક યુઝરે જવાબમાં લખ્યું હતું કે, ‘Don’t worry you are next’ મતલબ કે, ચિંતા ન કરો હવે તમારો વારો છે. મીર આસિફ અઝીઝ નામના ટ્વિટર હેન્ડલ પરથી લેખિકાને આ પ્રકારની ધમકી આપવામાં આવી હતી. તેણે ન્યૂ જર્સીના હુમલાખોર હાદી મટરની પણ પ્રશંસા કરી હતી. મટરે શુક્રવારના રોજ પશ્ચિમી ન્યૂયોર્કના એક સાહિત્યિક કાર્યક્રમ દરમિયાન રશ્દી પર ચપ્પા વડે અનેક પ્રહારો કર્યા હતા. લેખિકાએ આ પ્રકારની ધમકી બાદ ટ્વિટર સપોર્ટ પેજને ટેગ કરીને શું આ તમારી ગાઈડલાઈન છે તેવો સવાલ કર્યો હતો અને સાથે જ કોઈ મદદ મળી શકશે તેમ પણ પુછ્યું હતું.

(2:48 pm IST)