Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

' વન MLA વન પેન્શન ' : પંજાબની આમ આદમી પાર્ટી સરકારનું ક્રાંતિકારી પગલું :

વર્તમાન કે પૂર્વ દરેક ધારાસભ્યને માત્ર એક જ પેન્શન મળશે : સરકારે પસાર કરેલા બિલને રાજ્યપાલની મંજૂરી : એક કરતા વધુ ટર્મ માટે ચૂંટાઈ આવેલા 100 થી વધુ ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્યો દરેક ટર્મ દીઠ પેન્શન લઈ રહ્યા હતા : મુખ્યમંત્રી ભગવંત માને ટવીટ કરી જાણકારી આપી

ચંદીગઢ: પંજાબ સરકાર દ્વારા આજથી 'વન MLA વન પેન્શન' કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત આજથી એક ધારાસભ્યને માત્ર એક જ પેન્શન મળશે. રાજ્યપાલે માન સરકારે પસાર કરેલા બિલને મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલની મંજુરી મળ્યા બાદ સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ખુદ મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મળતી માહિતી મુજબ, 100 થી વધુ ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્યો પેન્શન લઈ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પંજાબ ધારાસભામાં 3 ધારાસભ્યો 6 ટર્મ, 2 MLA 5 ટર્મ, 12 MLA 4 ટર્મ, 39 MLA 3 ટર્મ, અને બે ટર્મ માટે ચૂંટાઈ આવેલા 56 MLA ટર્મ દીઠ પેન્શન લેતા હતા. જેમાં લાલ સિંહ 6 વખત, રાજીન્દર કૌર ભટ્ટલ 6, સર્વન સિંહ ફિલૌર 6, બલવિંદર સિંહ ભુંદર-5, રવિન્દ્ર સિંહ-5, આદેશ પ્રતાપ સિંહ કૈરોન-4, રવિન્દ્ર સિંહ ભુંદર-4, ગુલઝાર સિંહ રાણીકે-4, રતન સિંહ અજનલા-4, સુનિલ જાખડ-3, સુખદેવ સિંહ ધીંડસા-4, રણજીત સિંહ બ્રહ્મપુરા-4, અશ્વિની સેખરી-3 અને ચુન્ની લાલ ભગત ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જે તમામ ટર્મ દીઠ પેન્શન મેળવતા હતા. 127 MLA એક ટર્મનું પેન્શન લેતા હતા. તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(10:24 am IST)