Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ભારત ઉપરાંત વિશ્વના અન્ય 5 દેશોમાં પણ ઉજવાય છે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ

સ્વતંત્રતા પર્વ, સંવિધાન અને રાષ્ટ્રગાન વિશે ખાસ જાણવા જેવી વિશેષ વિગતો

નવી દિલ્હી : ભારત 74મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે.સાત  દાયકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજોથી આઝાદી મળી હતી ત્યારથી ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ બન્યો છે જો કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને 71 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક પર્વની જાહેરાત કરી હતી. અંગ્રેજોના શાસનથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. 15 ઓગષ્ટ ફક્ત ભારતનો જ નહી અન્ય 5 દેશોમાં પણ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાય છે અને આ દેશ છે બહેરીન, દક્ષિણ કોરિયા, ઉત્તરી કોરિયા, લિક્ટેસ્ટીન અને કાંગો ગણરાજ્ય.

ભારત એક બિનસાંપ્રદાયિક અને વિવિધતાવાળો દેશ છે. જેમાં વિવિધ ધર્મના લોકો, વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે.600 વર્ષ પહેલા બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની ભારત દેશમાં વેપાર કરવા માટે આવી હતી. તેણે સૌ પ્રથમ આપણા દેશમાં ચા, કોટન અને સિલ્કનો વેપાર શરુ કર્યો હતો અને પછી ધીમે ધીમે ભારત દેશ પર કબજો જમાવી દીધો હતો.

આપણા દેશને આઝાદી મળ્યા પછી ગાંધીજીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસને ખતમ કરવાની યોજના બનાવી હતી. આ માટે તેમણે એક ડ્રાફ્ટમાં લખ્યુ હતું કે ઈંડિયન નેશનલ કોંગ્રેસને જે ઉદ્દેશ્ય માટે બનાવી તે મેળવી લીધો છે તેથી હવે તેને ખતમ કરી દેવી જોઈએ.

પ્રથમ પ્રધાનમંત્રી નેહરુને દુનિયાભરમાં સ્ટાઈલ આઈકોનના રૂપમાં જોવામાં આવતા હતા. તેમનુ નેહરુ જેકેટ એટલુ પ્રખ્યાત હતુ કે તેમણે Vogue મેગેઝીનના કવર પર સ્થાન મેળવ્યુ હતુ.

સ્વતંત્રતા દરમિયાન ભારત પાસે કોઈ રાષ્ટ્રગાન નહોતુ. રવિન્દ્રનાથ ટૈગોરે જન ગણ મનને વર્ષ 1911માં લખ્યુ હતુ અને તેને સત્તાવાર રૂપે વર્ષ 1950માં અપનાવવામાં આવ્યુ.

31મી ડિસેમ્બર 1929ની મધ્ય રાત્રિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર સત્ર દરમિયાન રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવાની પહેલ પણ કરવામાં આવી હતી. આ સત્રની અધ્યક્ષતા પંડિત જવાહરલાલ નહેરૂએ કરી હતી. તે બેઠકની અંદર હાજર રહેલ બધા જ ક્રાંતિકારીઓએ અંગ્રેજી સરકારના કબ્જાથી ભારતને આઝાદ કરવા અને પુર્ણરૂપે સ્વતંત્રતાને સપનામાં સાકાર કરીને 26 જાન્યુઆરી 1930ના દિવસને સ્વતંત્રતા દિવસના રૂપમાં એક ઐતિહાસિક પહેલ બનાવવાના સોગંદ લીધા હતાં. ભારતના તે શુરવીરોએ પોતાના તે લક્ષ્ય પર ખરા ઉતરવા માટે ખુબ જ જોરદાર પ્રયત્ન કરતાં તે દિવસને સ્વતંત્રતાના રૂપમાં સાર્થક કરવા માટે એકતા દર્શાવી અને ભારત સાચે જ સ્વતંત્ર દેશ બની ગયો.

આ અવસરે ડો. રાજેન્દ્રપ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં સોગંદ લીધા હતાં. જો કે ભારત 15મી ઓગસ્ટ 1947માં જ એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયું હતું પરંતુ આ સ્વતંત્રતાની સાચી ભાવનાને પ્રગટ કરી અને 26મી જાન્યુઆરી 1950ને ઈર્વિન સ્ટેડિયમ જઈને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને ગણતંત્રના રૂપમાં સમ્માન આપીને ભારતીય સંવિધાન લાગુ થયું.

ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 જાન્યુઆરી,1950થી પ્રભાવિત થયુ. 26 જાન્યુઆરીના દિવસે ભારતમાં ગણરાજ્ય દિવસન રૂપમાં મનાવવામાં આવે છે.

ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમા 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સંરચના કેટલાક અપવાદો ઉપરાંત સંઘીય છે. કેન્દ્રીય કાર્યપાલિકાના સાવિધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના સંવિધાનની ધારા 79ના મુજબ, કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે જેને રાજ્યોની પરિષદ રાજ્યસભા અને લોકોનુ સદન લોકસભાના નામથી ઓળખાય છે. સંવિધાનને ધારા 74(1)માં આ વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની મદદ કરવા અને તેમને સલાહ આપવા માટે એક મંત્રીપરિષદ હશે જેના પ્રમુખ પ્રધાનમંત્રી હશે. રાષ્ટ્રપતિ આ મંત્રીપરિષદની સલાહ મુજબ પોતાના કાર્યોનુ નિષ્પાદન કરશે. આ પ્રકારની વાસ્તવિક કાર્યકારી શક્તિ મંત્રીપરિષદમાં છે જેના પ્રમુખ પ્રધાનમંત્રી છે.

(10:36 pm IST)