Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

છ વર્ષથી કોરોનાની રસી તૈયાર કરતા હતા : રશિયા

કોરોના ઈબોલા-સાર્સ પ્રજાતિનો વાયરસ

મોસ્કો,તા. ૧૪  : દુનિયાની સૌથી પહેલી કોરોનાની વેક્સીન તૈયાર કરનારા રશિયાએ હવે એવો દાવો કર્યો છે કે, તેઓ છ વર્ષથી કોરોનાની વેક્સીન તૈયાર કરી રહ્યા હતા. રશિયાના સોવરેન વેલ્થ ફંડ આરડીઆઈએફના પ્રમુખ કિરિલ દમિત્રિવે આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે.  તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી અમે ઈબોલા, મર્સ અને સાર્સ વાયરસને લઈને વેક્સીન વિકસિત કરી રહ્યા હતા જે કોરોના પ્રજાતિના જ વાયરસ છે. કોવિડ-૧૯ અને મર્સમાં ઘણી સમાનતા છે અને અમે બે વર્ષથી મર્સની વેક્સીન બનાવી રહ્યા હતા. જેને કારણે અમે સૌથી પહેલા વેક્સીન બનાવવામાં સફળ રહ્યા છે.  દુનિયામાં હાલ મર્સની કોઈ વેક્સીન નથી. જ્યારે ઈબોલાની પ્રથમ વેક્સીનને ડિસેમ્બર ૨૦૧૯માં મંજૂરી મળી ગઈ છે. રશિયાની વેક્સીન નવેમ્બર - ડિસેમ્બરમાં બજારમાં આવી શકે છે. દમિત્રિવે જણાવ્યું છે કે, જેમને રશિયાની વેક્સીન પર વિશ્વાસ નથી તેઓ પોતાની વેક્સીન તૈયાર કરી શકે છે.

(7:42 pm IST)