Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રાજસ્થાનની કોંગ્રેસ સરકારે વિશ્વાસ મત જીત્યો : ગૃહની કાર્યવાહી 21 ઓગસ્ટ સુધી સ્થગિત

જયપુર, વિધાનસભામાં કોંગ્રેસની રણનીતિ તૈયાર કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે ગુરુવારે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં સચિન પાયલટ અને તેમના જૂથના 18 ધારાસભ્ય પણ પહોંચ્યા હતા. મીટિંગમાં ગેહલોતે કહ્યું કે, જે થયું એ બધુ ભૂલી જાવ.આ 19 ધારાસભ્યો વગર પણ બહુમતી સાબિત કરી દીધી હોત, પણ ખુશી ન મળત. ગેહલોતે કહ્યું કે,. જે ધારાસભ્ય નારાજ છે, તેમની નારાજગી દુર કરી અશોક ગેહલોત સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. વિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ભાજપે સરકાર પાડવાનું કાવતરું ઘડ્યું હતું.ચર્ચા અંગે ગેહલોતના જવાબ પછી સ્પીકર સીપી જોશીએ ધ્વનિમતથી વિશ્વાસ મત પસાર કરીને ગૃહની કાર્યવાહી આગામી શુક્રવાર એટલે કે 21 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે.

ચર્ચા વચ્ચે પ્રતિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડ વારં વાર સચિન પાયલટનું નામ લઈ રહ્યા હતા. આ અંગે પાયલટે વચ્ચે ઊભા રહીને સ્પીકરને કહ્યું કે, તમે મારી સીટમાં ફેરફાર કર્યો. મેં વિચાર્યું કે, મારી સીટ અહીંયા કેમ છે? મે જોયું કે આ સરહદ છે. સરહદ પર એ જ વ્યક્તિને મોકલવામાં આવે છે, જે સૌથી મજબૂત હોય છે.

પાયલટે કહ્યું કે, સમય સાથે બધી વાતોનો ખુલાસો થશે. જે કંઈ કહેવાનું સાંભળવાનું હતું, તે કહી દીધું. અમારે જે ડોક્ટર્સ પાસે અમારું દુઃખ કહેવાનું હતું કહી દીધું. ગૃહમાં આવ્યા છીએ તો કહેવા સાંભળવાની વાતોને છોડવી પડશે.આ સરહદ ગમે તેટલું ફાયરિંગ થાય, ઢાલ બનીને રહીશ.

ભાજપે કહ્યું- હોર્સ ટ્રેડિંગની વાત કરો છો, તમે તો આખા હાથીને ગળી ગયા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, હું વિશ્વાસ મત પ્રસ્તાવનો વિરોધ કરું છું. 35 દિવસમાં 5 ફિલ્મો રિલીઝ થઈ. વાડાબંધી 1,2,3,4,5.. છેલ્લે વાડાબંધીમાં ફેરમોન્ટની ઈટાલિયન ડિશ અને ક્રિકેટ ચાલી રહી હતી. આ સાથે જ ઘણા પીડિતોની બૂમો પણ હતી. રાજસ્થાનનો જુગાડ તો જાણીતો છે. એ જુગાડ માટે જાદૂગર પણ જાણીતા છે. હોર્સ ટ્રેડિંગની વાત કરો છો, તમે તો બસપાના આખે આખા હાથી ગળી ગયા.

(5:16 pm IST)
  • સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં નવો વળાંક : રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે ઇડી ફરી બોલાવશે: રિયાના ખાતામાં ભેદી રીતે રોકડ રકમ જમા થઈ તેની ઇડી તપાસ કરી રહી છે: સુશાંતના નાણાં રિયાના એકાઉન્ટમાં જમા થયેલ: એક પ્રોજેક્ટ માટે તેણે સહીઓ કરી હોવાનું ટાઈમ્સ નાઉના ટ્વિટરમાં જણાવ્યું છે. access_time 10:13 pm IST

  • આજે અગિયારના ટકોરે વિધાનસભા શરૂ થશે કે તુરત જ કોંગ્રેસ સરકાર રાજસ્થાન વિધાનસભામાં વિશ્વાસનો મત માગતી દરખાસ્ત રજૂ કરશે. access_time 11:55 am IST

  • આવતીકાલ 15 ઓગસ્ટના રોજ લાલકિલ્લા ઉપરથી ધ્વજવંદન : 4 હજાર લોકોને આમંત્રિત કરાયા : ' દો ગજકી દુરી ' ,ફરજીયાત માસ્ક , સેનિટાઇઝર ,સહીત કોવિદ -19 ના નિયમોનું પાલન કરાશે : મેટલ ડિટેક્ટર ,સહીત જડબેસલાક સિક્યુરિટીની વ્યવસ્થા : જુદા જુદા દેશોના રાજદૂતો ,સરકારી અધિકારીઓ, તથા મીડિયા કર્મીઓને આમંત્રણ પાઠવાયું access_time 7:03 pm IST