Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કોરોનાના પ્રકોપ વચ્ચે રાહતના સમાચાર

દેશની કોરોનાની વેકસીનનો પ્રથમ ટ્રાયલ પૂર્ણ : હ્યુમન ટ્રાયલમાં રસી સુરક્ષિત, હવે બીજો ડોઝ અપાશે

ભારત બાયોટેક અને ICMR તરફથી બની રહી છે કોરોનાની રસી

ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા બનાવવામાં આવીએ રહેલી કોરોના વાયરસની રસીનાં કિલનિકલ ટ્રાયલમાં પહેલો ફેઝ સફળ રહ્યો છે. ટ્રાયલનાં શરૂઆતનાં પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડીલાની આ વેકસીનનું છ શહેરોમાં હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે.

રોહતકમાં થઇ રહેલા ટ્રાયલની ટીમ લીડર સવિતા વર્માએ કહ્યું કે રસી સુરક્ષિત છે. અમે જેટલા લોકોને આ રસી આપી છે તેમાંથી કોઈ પણ વ્યકિતમાં તેની આડઅસર જોવા નથી મળી. હવે ટ્રાયલમાં જે તે વ્યકિતના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેથી રોગ પ્રતિકારક ક્ષમતા વિશે જાણી શકાય.

ભારતમાં ૧૨ શહેરોનાં ૩૭૫ લોકો પર આ રસીનો ટેસ્ટ કરવામાં આવતો છે. અને દરેક વ્યકિતને બે-બે ડોઝ આપવામાં આવ્યા. હવે તે બધા પર નજર રાખવામાં આવી રહી છે. સવિતા વર્માએ કહ્યું કે હવે અમને જાણ થઇ ગઈ છે કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. બીજા ચરણમાં જાણવા મળશે કે આ રસી કેટલી અસરકારક છે. તે માટે લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

સુરક્ષિત કોરોના વાયરસની રસી બનાવવાની રેસમાં ભારત પણ સામેલ છે. સરકાર પોતે બધી જ ઘટના પર નજર રાખી રહી છે. કોવાકિસન ભારતની પહેલી વેકસીન છે અને ભારત બાયોટેક દ્વારા ICMRના સહયોગથી આ રસી બનાવવામાં આવી રહી છે.

(3:06 pm IST)