Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સુપ્રીમમાં એક વકીલે દંડના રૂ.૧૦૦ ભરવા ૫૦ પૈસાના ૨૦૦ સીક્કા જમા કરાવ્યા

રજીસ્ટ્રી ઉપર તટસ્થતા ન રાખવાના આરોપને બેન્ચે ફગાવી પ્રતિકારત્મક દંડ ફટકારેલ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના એક વકીલે કોર્ટમાં ૫૦ પૈસાના ૨૦૦ સીક્કા જમા કરાવ્યાની ઘટના બની છે. મામલો એમ છે કે કોર્ટ તેની રજીસ્ટ્રી ઉપર આધારહીન આરોપ લગાડવા બદલ ૧૦૦ રૂપીયાનો દંડ લગાડેલ. આ દંડની રકમ ૫૦ પૈસાના ૨૦૦ સીક્કા આપી જમા કરાવેલ, આ સિક્કાઓ અનેક વકીલોએ ભેગા થઇ સાથી વકીલોનો દંડ ભરવા એકઠા કરેલ.

વકીલે સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રી ઉપર આરોપ લગાડેલ કે રજીસ્ટ્રી મોટા વકીલો તથા પ્રભાવશાળી લોકોના મામલાઓની સુનાવણી માટે અન્ય લોકોના મામલાઓની પહેલા યાદીમાં સમાવેશ કરી દે છે. વકીલે અરજીમાં જણાવેલ કે સુપ્રીમના સેકશન ઓફીસર અથવા રજીસ્ટ્રી નિયમિત રૂપે કેટલીક લો ફર્મ અને પ્રભાવશાળી વકીલો અને તેમના કેસોને વીઆઇપી ટ્રીટમેન્ટ આપે છે. જે ન્યાય મેળવવાના સમાન અવસર વિરૂધ્ધ છે.

અરજીમાં એ પણ માંગ કરાયેલ કે સુનવણીના મામલાઓનું લીસ્ટ કરવમાં 'પીક એન્ડ , ચૂઝ' ની નિતી ન અપનાવી જોઇએ અને રજીસ્ટ્રીને તટસ્થ અને સમાન વ્યવહારનો નિર્દેશ અપાય. સુપ્રીમના જજ અરૂણ મિશ્રા, એસ. અબ્દુલ નઝીર અને એમ.આર.શાહની બેન્ચે અરજીના આરોપો ફગાવી વકીલને ૧૦૦ રૂપીયાનો દંડ લગાવેલ.

(3:14 pm IST)