Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

દેશની ૪૦ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં દિલ્હીની જામીયા યુનિ. ટોપ : જેએનયુ તથા અલીગઢને પાછળ રાખી

નવી દિલ્હી, તા. ૧૪ : કેન્દ્રીય શિક્ષા ખાતાએ સેન્ટ્રલ યુનિવર્સિટીનું રેન્કીંગ જાહેર કર્યું છે. જેમાં ૪૦ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાંથી દિલ્હીની જામીયા મિલીયા ઇસ્લામીયા યુનિવર્સિટી ટોપ ઉપર રહી છે. જામીયા યુનિ.એ ૯૦ ટકા સ્કોર મેળવેલ.

જામીયા યુનિવર્સિટીએ જેએનયુ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને પાછળ રાખેલ. આ ત્રણેય યુનિવર્સિટીઓ આ વર્ષે હિંસા અને સીએએ વિરોધી પ્રદર્શનને કારણે ભારે ચર્ચામાં રહેલ અને કેટલાય અઠવાડીયાઓ સુધી શિક્ષણ કાર્ય પણ બંધ હતું. જામીયા બાદ બીજા નંબરે અરૂણાચાલ પ્રદેશની રાજીવ ગાંધી યુનિ.ને ૮૩ ટકા સ્કોર મળેલ. જેએનયુ ત્રીજા નંબરે ૮ર ટકા સ્કોર કરેલ. જયારે ૭૮ ટકા સાથે અલીગઢ યુનિ. ચોથા નંબરે રહેલ. આ મૂલ્યાંકન ર૦૧૯-ર૦માં નક્કી કરાયેલ એમઓયુના હિસાબથી કરાયેલ. ઉપરાંત તેમાં યુજી, પીજી અને પીએચડીના છાત્રોની સંખ્યા, કેમ્પસ પ્લેસમેન્ટ, નેટ-ગેટની સફળતાને પણ ધ્યાને લેવાયેલ.

વાઇસ ચાન્સલર નઝમા અખ્તરે જણાવેલ કે જામીયા યુનિ.ની આ ઉપલબ્ધી ખૂબજ મહત્વપૂર્ણ છે.

(2:01 pm IST)