Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સુશાંત સિંહ રાજપૂતના મોતમાં આદિત્ય ઠાકરેનો હાથ ન હોઇ શકે : સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી : ભાજપાના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી એકટર સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ખાસ રસ લઇ રહ્યા છે.

વિરાટ હિન્દુ સંગમ સાથેના લાઇવ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે તેમની પાસે આવેલા પુરાવાઓથી સાબિત થાય છે કોઇ વ્યકિત આ કેસમાં આદિત્ય ઠાકરેનું નામ સંડોવીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ડરાવવા માંગે છે, પણ મારી પાસે જે કંઇ માહિતી છે તેના આધારે કહી શકું કે, તેમનો પુત્ર અભિનેત્રીઓ સાથે સંકળાયેલો હોઇ શકે પણ સુશાંતના મોત સાથે તેને કંઇ લેવા દેવા નથી.

આ પ્રશ્નોત્તરીમાં સ્વામીએ આઇપીએલ, બોલિવુડ માફીઆ અને સુશાંત સિંહ રાજપૂતના મોત સહિતના વિભિન્ન વિષયો પર પોતાના મંતવ્યો આપ્યા હતાં. સ્વામીએ આક્ષેપ કર્યો હતો કે આ કેસમાં સંડોવાયેલ વ્યકિત અન્ય કોઇ વ્યકિતનો પુત્ર છે પણ મારી પાસે પૂરતા પૂરાવા ન હોવાથી હું તે પાવરફુલ વ્યકિતનો પુત્ર હોવાથી નામ જાહેર નથી કરી શકતો પણ તેનું નામ થોડા સમયમાં જાહેર થશે.

અત્યારે બોલિવુડમાં પરિસ્થિતિ એવી છે કે રાજકારણીઓ, ગેંગસ્ટરો અને સીનેમા સ્ટારો ગ્રુપ બનાવીને આપણા અભિનેતા અને અભિનેત્રીઓનું શોષણ કરે છે. થોડું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને સાઇડમાં કરી દેવાય છે. તેમને રોલ નથી અપાતા અથવા મારી નાખવામાં આવે છે. જે આપણા જેવા લોકશાહી દેશમાં ન સ્વીકારી શકાય.

(1:27 pm IST)