Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

'માઇકા' દ્વારા દેશના ૬૦ શહેરોમાં સર્વે

લોકડાઉનમાં દરરોજ ૪ કલાક ઓનલાઇન મનોરંજન માણતા લોકો ૨૫ ટકા વધ્યા : કોમેડી શો-ફિલ્મ ૭૫ ટકાની પહેલી પસંદ

અમદાવાદ : વૈશ્વીક મહામારી કોરોનાને ફેલાયતો અટકાવવા ભારતમાં લોકડાઉન લગાડવામાં આવેલ. આ દરમિયાન લોકો એ ડર અને ચિંતાને દૂર કરવા વધારે સમય 'ઓનલાઇન' વિતાવેલ. સ્ટ્રેટેજીક માર્કેટીંગ અને સંચારા ક્ષેત્રમાં માઇકા સંસ્થાના ''કોવીડ-૧૯ એન્ડ કંટેન્ટ કન્ઝટશન'' નામના અધ્યયનમાં ઉપરોકત વાત સામે આવી કે બે મહીના (એપ્રીલ-મે) દરમિયાન ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર નાટક, ફિલ્મો અને અન્ય શો જોવામાં ચાર કલાકનો સમય પસાર કરનાર લોકોમાં ૨૫ ટકાનો વધારો નોંધાયેલ

લોકડાઉન પહેલાના સમયમાં માત્ર ૭.૫ ટકા લોકો જ દૈનિક ૪ કલાક ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર મનોરંજન માણતા હતા. જે લોકડાઉનમાં ૨૫ ટકા વધીને ૩૧.૫ ટકા થયેલ. દૈનિક ૮ કાલક ઓનલાઇન જોનારા લોકડાઉન પહેલા ૨.૩ ટકા હતા જે વધીને ૮.૩  થયેલ.

આ સમયગાળા દરમિયાન પૂરૂષોએ ધાર્મિક કન્ટેન્ટ શો અને ફિલ્મો જોવાનું પસંદ કરેલ, જ્યારે મહિલાઓએ રોમેન્ટીક અને કોમેડી કન્ટેન્ટ વાળા કાર્યક્રમો નિહાળેલ. દેશના ૬૦ થી વધુ શહેરોમાં ૪૨૯ લોકોના પ્રતિભાવ ઉપર થી અધ્યયનના આંકડા સામે આવેલ. જેમાં ૧૭૮ મહિલાઓ હતી. ૫૦ ટકા પ્રોફેશનલ લોકો જ્યારે ૪૬.૬ ટકા વિદ્યાર્થીઓ હતા.

આ અધ્યયન કરનાર માઇકાના સેન્ટર ફોર મીડીયા એન્ડ એન્ટરટેઇમેન્ટ સ્ટડીની ટીમના પ્રમુખ પ્રો. સંતોષે જણાવેલ કે આ સમયમાં કોમેડી સૌથી વધુ પસંદ કરાયેલ. ૭૫ ટકા લોકોની પ્રથમ પસંદ કોમેડી શો-ફિલ્મ રહેલ. આ વૃધ્ધીનું મુખ્ય કારણ કોરોનાના લીધે લોકો પોતાના ડર અને ચિંતાને દુર કરવા માંગતા હતા. તેનાથી બચતા જોવા મળેલ. જ્યારે બીજા નંબરે ડ્રામા અને ત્રીજા નંબરે થ્રીલર શો અને ફિલ્મો લોકોને પસંદ પડેલ.

ઉપરાંત અધ્યયન દ્વારા વર્ગો મુજબ પ્લેટફોર્મનો ઉપયોગ પણ જાણવા મળેલ. જેમાં વિદ્યાર્થીઓની પસંદગી નેટફલીકસ અને ડીઝની હોટસ્ટાર રહેલ. જ્યારે ૫૭ ટકા માટે સોશ્યલ મીડીયા સમાચારનો પહેલો સોર્સ હતો અને ત્યારબાદ એપનો ઉપયોગ કરતા હતા. ઓટીટી પ્લેયરમાં દર્શકો સૌથી વધુ વધેલ. જ્યારે લુડો કીંગને ૩૭.૫ ટકા લોકોએ રમી હોવાનું જણાવેલ. ઉપરાંત ઓનલાઇન એજ્યુકેશન માટે યુ-ટ્યુબ સૌથી મોખરે રહેલ.

માઇકાના પ્રો. સતીર્ષ વધુમાં જણાવેલ કે આ અધ્યયનની સામે આવેલ કે લોકડાઉન દરમિયાન મીડીયા ઉપભોગ પેટર્નમાં કયાં પ્રકારના બદલાવ થયા અને લોકોની પસંદ શું રહેલ.

(1:07 pm IST)