Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

અમેરિકાની ચૂંટણી : ખોટી માહિતી રોકવા ફેસબુક-ટ્વિટરના પ્રયાસો

અમેરિકા : ફેસબુક યુઝર્સ જેઓ અમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં મતદાન અંગે પોસ્ટ મૂકશે તેમને તેમના મેસેજમાં પુરવણી જોવા મળશે અને િઅધકૃત માહિતી માટે લેબલ જોવા કહેવામાં આવશે. ત્રીજી નવેમ્બરની ચૂંટણી નજીક આવતા સોશિયલ નેટવર્કે ચૂંટણી સબંધીત ખોટી માહિતીને રોકવાના પોતાના પ્રયાસોમાં વધારો કર્યો હતો. અનેક મતદારો પહેલી જ વાર પોતાના મત મેલ દ્વારા મોકલશે.

જુલાઇમાં પ્રમુખ ટ્રમ્પ સહિત ફેડરલ રાજકારણીઓ દ્વારા મેલ ઇન બેલેટ અને વ્યકિતગત હાજરી અંગેની પોસ્ટ સબંધીત લિન્કમાં ફેસબુકે વધારાના લેબલ નાંખવાની શરૂઆત કરી હતી.આ લેબલ એક નવી જ મતદાન માહિતી લિન્ક આપશે જે અગાઉ કોવિડ-૧૯ વખતે પણ અપાઇ હતી જે અંગે ફેસબુકે કહ્યું હતું કે આખા વિશ્વમા કરોડો લોકોએ તેમના એ પોસ્ટને જોઇ હતી.

લેબલમાં સત્તાવાર માહિતી અને ચૂંટણીના સ્ત્રોત માટે મતદાન માહિતી કેન્દ્રની મુલાકાત લો' લખવામાં આવ્યું હશે. આવા પ્રયાસો છતાં, ફેસબુકને આજે પણ તેઓ કેવી રીતે ખોટી માહિતી મૂકે છે તે અંગે અનેક ટીકાઓનો સામનો કરવો પડે છે. તો આ તરફ ટ્વિટરે પણ કહ્યું હતું કે તેઓ આ નવા પડકારનો સામનો કરવા અને તેના ઉકેલ માટે તેમની પોલીસીઓ વધારી રહ્યા છે.

નવેમ્બર તરફ જોતાં, ફેસબુકે કહ્યું હતું કે 'નવા ઉદભવેલા પડકારના ઉકેલ માટે તેઓ ચૂંટણી અધિકારીઓ સાથે સક્રિય રીતે પરિણામની આસપાસ ખોટી માહિતી રોકવા અંગે મંત્રણા કરી રહ્યા હતા.જો કે સંભવિત જોખમ અંગે કંપનીએ વિગતો આપી ન હતી.'

(1:06 pm IST)