Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

બેન્ક કર્મચારીઓ સાથે તોછડું વર્તન કરનારાઓ સાવધાન : કોરોના વાઇરસના સંજોગોમાં લિમિટેડ સ્ટાફ સાથે વધુમાં વધુ ગ્રાહકોને સેવા આપતા કર્મચારીઓ સાથે બદતમીઝી કરનાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાશે

પંજાબ : ઓલ ઇન્ડિયા પંજાબ નેશનલ બેન્ક ઓફિસર એશોશિએશને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોરોના વાઇરસના સંજોગોમાં લિમિટેડ સ્ટાફ સાથે વધુમાં વધુ ગ્રાહકોને સેવા આપતા કર્મચારીઓ  સાથે બદતમીઝી કરનાર અથવા બેંકમાં વિડિઓ ઉતારનાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાશે .
પટિયાલા ખાતે મીડિયા કલબને ઉદબોધન કરતા બેન્કના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સતીષકુમાર તથા રિજિયોનલ મેનજર મહેશકુમારએ જણાવ્યું હતું કે થોડા સમયથી અમુક ગ્રાહકો બેન્ક કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન કરતા જોવા મળી રહ્યા છે.જેઓ વિડિઓ પણ ઉતારી બેન્કને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે.
હકીકતમાં વર્તમાન કોરોના વાઇરસના સન્જોગોમાં બેંકે લિમિટેડ સ્ટાફ સાથે વધુમાં વધુ ગ્રાહકોને સેવાઓ આપવાની હોય છે.તેથી કામમાં વિલંબ થવો સ્વાભાવિક છે.આ સંજોગોમાં કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન કરવું ગેરકાયદેસર ગણાશે.

(1:05 pm IST)