Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

૧૮ કરોડ લોકોના આધાર- પાન લીંક બાકી

પાન કાર્ડ નિષ્ક્રીય થયા પછી ઉપયોગ કરવા બદલ ૧૦ હજારનો દંડ

નવીદિલ્હીઃ કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે આધાર સાથે ૩૨.૭૧ કરોડ પાન નંબર લીંક થઈ ચૂકયા છે. ૨૯ જૂન સુધીમાં ૫૦.૯૫ કરોડ પાન એલોટ કરવામાં આવ્યા છે. એટલે હજી ૧૮ કરોડથી વધુ પાન કાર્ડ આધારકાર્ડ સાથે લીંક નથી થયા. સરકારે લીંક અપની તારીખ વધારીને ૩૧ માર્ચ ૨૦૨૧ કરી છે. ત્યાં સુધીમાં આધાર સાથે પાનકાર્ડ લીંક નહીં થાય તો પાન કાર્ડ નિષ્ક્રીય થઈ જશે.

જો કોઈનું પણ પાન કાર્ડ નિષ્ક્રીય થઈ ચૂકયુ હોય અને તેનો ઉપયોગ બેંકના લેણ- દેણ અથવા અન્ય જગ્યાએ કરાશે તો એવું મનાશે કે કાયદા હેઠળ વ્યકિતએ પાન નથી આપ્યુ. આ કારણોસર ૧૦ હજાર રૂપીયાનો દંડ થઈ શકે છે.

(12:13 pm IST)