Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કાશ્મીરમાં આતંકવાદી હુમલાના ભયે ભાજપના કાર્યકરો આપી રહ્યા છે રાજીનામા

ભાજપા કાર્યકર્તાઓ અને પંચાયતના સભ્યોને અપાશે વધુ સારી સુરક્ષાઃ લેફટેનન્ટ ગવર્નર સિંહા

શ્રીનગર તા. ૧૪ : કાશ્મીરમાં પંચાયતના સભ્યો અને ભાજપના કાર્યકરો પર વધી રહેલી આતંકવાદી હુમલાઓની ઘટના અંગે જમ્મુ કાશ્મીરના લેફટેનન્ટ ગવર્નર મનોજ સિંહાએ બુધવારે કહ્યું હતું આ બાબતે તેઓ વધુ સારી સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરશે.

લેફટેનન્ટ ગવર્નરે કહ્યું કે કાશ્મીરમાં સારૂ વાતાવરણ ઉભુ કરવા અને જમ્મુ-કાશ્મીરમાં શાંતિસ્થાપવા તથા ત્યાંના લોકોની કિંમતી જીંદગીની સુરક્ષા માટે ટુંક સમયમાં તેઓ કન્સલટેશન ચાલુ કરશે. તેમણે કહ્યું, 'જમ્મુ કાશ્મીરનો વિકાસ કોઇપણ ભેદભાવ વગર કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આના માટે પ્રતિબદ્ધ છે. તેમણે મને જમ્મુ-કાશ્મીરના ઝડપી વિકાસ માટે કામ કરવા કહ્યું છે વિકાસ તો થઇ જ રહ્યો છે પણ  તેને ઝડપી બનાવવાની જરૂર છે.'

હાલના ગ્રામ્ય લેવલના કાર્યકર્તાઓ પરના આતંકવાદીઓના હુમલા પછી કાશ્મીરમાં ભાજપના લગભગ બે ડઝન જેટલા કાર્યકરોએ રાજીનામાં આપતા ભાજપાએ કાશ્મીર ખીણના દરેક જીલ્લામાં તેના સભ્યો અને તેમના પરિવાર માટે હોસ્ટેલ ટાઇપના સુરક્ષિત આવાસની માંગણી કરી છે.

(12:10 pm IST)