Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કોરોના વાયરસ અંગે ફલોરિડા યુનિવર્સિટીને હચમચાવી દેતો ખુલાસો : વૈજ્ઞાનિકોએ કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ કોરોનાથી નહિ બચાવી શકે : હવામાં જેનેટિક મટિરીયલ સાથે વાયરસ પણ જીવતો રહે છે

ન્યૂયોર્ક :  ફલોરિંડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીથી સાતથી ૧૬ ફૂટ દૂર એરોસોલમાં હાજર જીવતા વાયરસને આઇસોલેટ કર્યો છે. જે બાદ વૈજ્ઞાનિકોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોમાં બદલાવ કરવાની સૂચના આપી છે.

જે રૂમમાં વાયરસને આઇસોલેટ કરવામાં આવ્યો હતો. તે રૂમમાં એક કલાકમાં ૬ વખત હવાને બદલવામાં આવી હતી. છતાં પણ એક લીટર હવામાં વાયરસના ૭૪ પાર્ટીકલ્સ જોવા મળ્યા હતાં. એટલે કે વેન્ટિલેશન ન હોય ત્યાં હવામાં મોટી સંખ્યામાં વાયરસ મળી શકે છે.

જોકે ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીએ કહ્યું કે જેટલી સંખ્યામાં વાયરસ મળ્યા છે તે કોઇ વ્યકિતને સંક્રમિત કરવા માટે પૂરતા નથી. જયારે યુનિવર્સિટી ઓફ પીટર્સબર્ગના શ્વાસ રોગના વિશેષજ્ઞએ કહ્યું કે આ પરિણામથી હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે.

જયારે ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીના એટમોસફેરિક કેમિસ્ટે કહ્યું કે, રૂમમાં સોશિયલ ડિસ્ટન્સનો નિયમ કામ નથી કરતી. એટલે કે જે લોકોએ સમજી રહ્યા છે કે તેઓ ઘરમાં સુરક્ષિત છે તે તેવું બિલકુલ નથી.

(12:10 pm IST)