Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

મધ્ય પ્રદેશના ઢોંગી બાબા ધર્મેન્દ્રદાસની મુશ્કેલીઓ વધી : બાબા વિરુદ્ધ 1 સગીર સહીત 4 મહિલાઓએ બળાત્કારની ફરિયાદ નોંધાવી : નરસિંહપુર ખાતે આવેલા તેના સાંકેત ધામ નામક આશ્રમમાંથી 4 ઓગસ્ટના રોજ ગાંજો પકડાયો હોવાથી હાલમાં પોક્સો હેઠળ મહેલમાંથી જેલમાં

નરસિંહપુર : મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં સાંકેત ધામ નામક આશ્રમ ચલાવતા અને આશ્રમમાં ઐયાશી કરતા ઢોંગી બાબા ધર્મેન્દ્રદાસની 4 ઓગસ્ટના ધરપકડ થઇ હતી.તેના આશ્રમમાંથી ગાંજાનો જથ્થો પકડાતા પોલીસે ધર્મેન્દ્રની નાર્કોટીક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

આ બાબા વિરુદ્ધ હવે બળાત્કારના 4 કેસ નોંધાયા છે. તેના આશ્રમમાંથી પોર્ન સીડી પણ મળી આવી છે.બદનામીના ડરથી સ્ત્રીઓ હજુ સુધી ચૂપ હતી .ધર્મેન્દ્ર દાસ વિરુદ્ધ પોકસો એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

નરસિંહપુરના એસપી અજયસિંહે જણાવ્યું હતું કે 4 પીડિતાઓએ સતાલા પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રદાસ વિરુદ્ધ બળાત્કાર અને છેડતીની ફરિયાદ કરી છે. આ ફરિયાદોના આધારે જુદા જુદા ચાર કેસ નોંધાયા છે. આ 4 માંથી ત્રણ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 6 376 અંતર્ગત બળાત્કારના છે અને એક પોક્સો કાયદાની કલમ 4 354 હેઠળ નોંધવામાં આવ્યો છે. 4 પીડિતોમાંથી 1 સગીર છે.

(12:07 pm IST)