Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

દેશમાં કોરોના કેસની 24 લાખને પાર : 24 કલાકમાં 1 હજારથી વધુના મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 64,553 નવા કેસ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ પોઝિટિવ કેસો (Corona Positive Case)માં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 64,553 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1007 કોરોના દર્દીઓના મરણ નોંધાયા છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, હવે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 24,61,191 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 48,040 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ સાથે જ દેશમાં હવે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,61,595 પર પહોંચી ગઈ છે. જો કો રાહતની વાત છે કે, અત્યાર સુધી દેશમાં 17,51,556 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, તેઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખ પર પહોંચી ગઈ હતા. જે પછીના માત્ર 4-5 દિવસોમાં જ કોરોનાના વધુ 3 લાખ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે, સ્વસ્થ થઈ રહેલા લોકો અને એક્ટિવ કેસો વચ્ચેનું અંતર દિન-પ્રતિદિન વધી રહ્યું છે.

દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિ પર નજર નાંખીએ તો

→ ઉત્તર પ્રદેશમાં 4603 નવા કેસ
→ મધ્ય પ્રદેશમાં 1014 નવા કેસ અને 17ના મોત
→ આંધ્ર પ્રદેશમાં 9,996 નવા કેસ
→ પશ્ચિમ બંગાળમાં 2997 નવા કેસ અને 56ના મોત
→ ગુજરાતમાં 1092 નવા કેસ અને 18ના મોત

દેશના ટૉપ-15 રાજ્યોમાં શું છે કોરોનાની સ્થિતિ?

ક્રમ રાજ્ય કુલ એક્ટિવ કેસ કુલ કેટલા કેસ? કુલ કેટલા મરણ?
1 મહારાષ્ટ્ર 150105 560126 19063
2 કર્ણાટક 78345 203200 3673
3 દિલ્હી 10975 146460 4163
4 ગુજરાત 14210 75408 2713
5 આંધ્ર પ્રદેશ 90780 264142 2378
6 મધ્ય પ્રદેશ 9718 42618 1065
7 રાજસ્થાન 14762 57414 833
8 તમિલનાડુ 53499 320355 5397
9 ઉત્તર પ્રદેશ 49709 140745 2280
10 તેલંગાણા 23438 88396 674
11 ઓડિશા 14438 52653 314
12 પશ્ચિમ બંગાળ 26447 107,323 2259
13 બિહાર 31483 62284 426
14 જમ્મુ-કાશ્મીર 7138 26,949 509
15 હરિયાણા 6820 44817
(1:11 pm IST)