Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કાતિલ કોરોનાની ક્રુરતાઃ રાજકોટમાં વધુ ૨૨ના મોતઃ૬ દિવસનો મૃત્યુઆંક ૯૨

સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ૨૩ અને ખાનગી હોસ્પિટલમાં ૦૧ દર્દીએ દમ તોડ્યો

રાજકોટઃ કોરોનાની મહામારી રોજબરોજ ભોગ લઇ રહી છે. રાજકોટમાં શરૂ થયેલો મોતનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. આજે તો કાતિલ કોરોના કાળ બનીને એક સાથે ૧૯ લોકો પર ત્રાટકયો છે. સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ૨૩ દર્દીઓ અને ખાનગી હોસ્પિટલમાં ૦૧ દર્દીનું મોત નિપજ્યું છે. આ તમામ કોવિડીની સારવાર લઇ રહ્યા હતાં. ચારેક દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે.

જેમના મૃત્યુ નિપજ્યા છે તેમાં ભગવાનજીભાઇ બીજલભાઇ (ઉ.વ.૬૦ -પાંજરાપોળ પાસે રાજકોટ, રિપોર્ટ બાકી), દિવાળીબેન મનાભાઇ (ઉ.વ.૬૫-ભંડારીયા તા. જસદણ-રિપોર્ટ બાકી), અજીતસિંહ અનુભા (ઉ.વ.૭૦-રહે. પારસ સોસાયટી-રિપોર્ટ બાકી), બળદેવભાઇ જમનાદાસભાઇ (ઉ.વ.૫૮-શિવમ પાર્ક આજીડેમ ચોકડી રિપોર્ટ બાકી), રસિકબા હેમતસિંહ ઝાલા (ઉ.વ.૬૦-ઉદયનગર), રમેશભાઇ ત્રિકમભાઇ (ઉ.વ.૫૪-રહે. ગાયત્રી મંદિર રોડ ગોંડલ), બટુકભાઇ હરિરામભાઇ દેસાઇ (ઉ.વ.૬૮-કેશોદ), મહેન્દ્રભાઇ રૂડાભાઇ (ઉ.વ.૬૫-ધોરાજી), કમલેશભાઇ ધીરૂભાઇ (ઉ.વ.૪૫-રહે. મોચીબજાર રાજકોટ), રમેશભાઇ ટાંક (ઉ.વ.- રહે. ગોંડલ), ભારતીબેન ત્રિભુવનભાઇ સાગર (ઉ.વ.૫૫-રહે. ઓમનગર રાજકોટ), દેવકુંવરબા દોલતસિંહ રાઠોડ (ઉ.વ.૭૦-રહે. વાલકેશ્વર સોસાયટી, રાજકોટ), જીવરાજભાઇ રૂગનાથભાઇ (ઉ.વ.૮૦-બીલખા, જુનાગઢ), ભરતભાઇ મોહનભાઇ કાપડીયા (ઉ.વ.૬૫-રહે. બેડીનાકા રાજકોટ), જસુબેન સુરેશભાઇ (ઉ.વ.૪૦-ભાયાવદર), નલીનાબેન રમેશચંદ્રભાઇ (ઉ.વ.૭૫-રણછોડનગર-૪, રાજકોટ), ગોરધનભાઇ દુદાભાઇ (ઉ.વ.૬૫-વાસાવડ ગોંડલ), શાંતિભાઇ પરષોત્તમભાઇ (ઉ.વ.૭૩-સંત કબીર રોડ રાજકોટ), ગિરીશભાઇ અમરશીભાઇ રાઠોડ (ઉ.વ.૫૭-અમીન માર્ગ સૂર્ય પાર્ક), ગીતાબેન મહેશભાઇ જોષી (ઉ.વ.૫૨-વાણીયાવાડી રાજકોટ), જેનમબેન અબ્બાસભાઇ (ઉ.વ.૬૨-મોચી બજાર રાજકોટ)ના સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં મોત થયા છે. જ્યારે એક દર્દી ચંદુભાઇ નરસીભાઇ વાજા (ઉ.વ.૫૮-રહે. મહાદેવવાડી લક્ષ્મીનગર રોડ રાજકોટ)નું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરૂવાર અને આજે શુક્રવાર મળી ૬ દિવસનો મૃત્યુઆંક ૯૨ થઇ ગયો છે.

(11:01 am IST)