Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

પીએમ મોદી રચ્યો ઇતિહાસ:બિન કોંગ્રેસી સૌથી વધુ સમય વડાપ્રધાન રહેવાનો બનાવ્યો રેકોર્ડ

આ પહેલાં આ રેકોર્ડ ભાજપના અટલ બિહારી વાજપેયીના નામે નોંધાયેલો હતો.

પીએમ  મોદી આજે 13 ઓગસ્ટના રોજ દેશના ચોથા એવા વડાપ્રધાન બની ગયા છે જેમણે સૌથી લાંબા સમય સુધી પોતાના પદ રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ બિન-કોંગ્રેસી નેતાના રૂપમાં દેશમાં સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન રહેવાનો તેમને રેકોર્ડ બનાવ્યો છે.

  આ પહેલાં આ રેકોર્ડ ભાજપના અટલ બિહારી વાજપેયીના નામે નોંધાયેલો હતો. અટલજીએ પોતાના બધા કાર્યકાળને મળીને 2,268 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા. ગુરૂવારે પીએમ મોદીએ તે રેકોર્ડ તોડીને આ ઉપલબ્ધિ પોતાના નામે નોંધાવી છે. 

પીએમ મોદી આ વખતે સતત સાતમી વાર 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવશે. બિન કોંગ્રેસીના નેતાના તરીકે  આ પોતાનામાં એક અનોખો રેકોર્ડ છે. 

ભારતીય રાજકારણમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી બની રહેવાનો રેકોર્ડ પંડિત જવાહરલાલ નહેરૂના નામે નોંધાયેલો છે. તે દેશની આઝાદીથી માંડીને પોતાના મૃત્યું સુધી એટલે કે 27 મે, 1964 સુધી દેશના વડાપ્રધાન રહ્યા. તે કુલ મળીને 16 વર્ષ, 286 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા. દેશમાં આઝાદીથી માંડીને અત્યાર સુધી કુલ 14 વડાપ્રધાન થયા છે. 

પંડિત નહેરૂ બાદ ઇન્દીરા ગાંધી અને ડો. મનમોહન સિંહ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા. ત્યારબાદ અત્યારે ચોથા ક્રમ પર ભાજપના નેતા અટલ બિહાર વાજપેયીના નામે આ રેકોર્ડ નોંધાયેલો હતો. તે પોતાના તમામ કાર્યકાળને મળીને લગભગ સાડા છ વર્ષ સુધી વડાપ્રધાન પદ પર બિરાજમાન રહ્યા. પીએમ મોદીએ હવે વાજપેયીનો રેકોર્ડ તોડી દીધો છે. 

2014ની સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત સાથે પહેલીવાર ભાજપ સત્તામાં આવી. પીએમ મોદીએ 26 મે, 2014ને પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધી. ત્યારબાદ 2019 ચૂંટણીમાં સતત બીજીવાર ભાજપ સત્તામાં આવી અને પીએમ મોદી ફરી દેશના વડાપ્રધાન બન્યા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બનતાં પહેલાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

(10:30 pm IST)