Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

હવે ભૂતાનમાં પણ કોરોના સંક્રમણનો ખતરો : દેશમાં સૌપ્રથમવાર લોકડાઉન જાહેર કરાયું : પર્યટકો ઉપર નભતા આ દેશમાં માર્ચ માસથી વિદેશી નાગરિકો માટે પ્રવેશ બંધી હોવા છતાં સંક્રમણનો ભય

થિમ્પુ : 7 લાખ 50 હજાર જેટલી વસતિ ધરાવતા અને પર્યટકો ઉપર નભતા દેશ ભૂતાનમાં સૌપ્રથમવાર લોકડાઉન જાહેર કરાયું છે. પર્યટકો ઉપર નભતા આ દેશમાં  વિદેશી નાગરિકો માટે માર્ચ માસથી જ પ્રવેશ બાંધી લાગુ કરી દેવાઈ હતી.પરંતુ કુવૈતથી વતનમાં પરત આવેલી 27 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત હોવાના ભયથી તેને ક્વોરેન્ટાઇન કરાઈ છે.તેના ઉપરાંત 113 યાત્રિકોને ક્વોરીનેટાઇન કરાયા છે.
દેશમાં લોકડાઉન જાહેર કરાયા બાદ તમામ સરકારી કચેરીઓ સ્કૂલો તથા વ્યવસાયો બંધ રાખવાની સૂચના સાથે લોકોને ઘર બહાર ન નીકળવા જણાવાયું છે.

 

(7:08 pm IST)