Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

એચ-1બી વિઝા ધારકો માટે મુકાયેલો પ્રતિબંધ દૂર : જૂની નોકરી અથવા જૂની કંપનીમાં પાછા આવી શકશે : બાળકો અને પત્નીને પણ પ્રાથમિક વિઝા સાથે અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી અપાશે : અર્થતંત્રની ગાડી પાટા ઉપર ચડાવવાંના હેતુથી વિદેશ મંત્રાલયે જારી કરેલી એડવાઇઝરી

વોશિંગટન : ટ્રમ્પ સરકારે એચ-1બી વિઝા ધારકો માટે મુકાયેલો પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય કર્યો છે.જે મુજબ આ વિઝાધારકો આગામી પ્રતિબંધ પહેલાં તેમની જૂની નોકરી અથવા જૂની કંપનીમાં પાછા આવી શકે છે. સંબંધિત વ્યક્તિના બાળકો અને પત્નીને પણ પ્રાથમિક વિઝા સાથે અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
વિદેશ મંત્રાલયે જારી કરેલી એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટેક્નિકલ સ્પેશ્યલિસ્ટ, સિનિયર લેવલ મેનેજર અને આવશ્યક સેવાઓને લીધે અસરગ્રસ્ત લોકોને અમેરિકા આવવાની મંજૂરી આપવામાં આવી છે. આમાં આરોગ્ય સેવાઓથી સંબંધિત લોકો, સંશોધનકારો પણ શામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B ધારકોને આ વર્ષના અંત સુધીમાં અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય કોરોના મહામારીને કારણે લેવામાં આવ્યો હતો.

(6:22 pm IST)