Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

લાલકિલ્લા પર ત્રિરંગો લહેરાવતી વેળાએ વડાપ્રધાન મોદીની સાથે રહેશે વાયુસેનાની ત્રણ મહિલા ઓફિસર

ફ્લાઈટ લેફ્ટનન્ટ જ્યોતિ યાદવ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ માનસી ગેદા વડાપ્રધાન મોદીની બંને તરફ ઊભી રહેશે

 

નવી દિલ્હી :સ્વતંત્રતા દિવસ સમારોહમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવશે. વખતે ભારતીય વાયુસેનાની 3 મહિલા અધિકારી પીએમ મોદીની સાથે હાજર રહેશે. જેમાં ફ્લાઈંગ ઓફિસર પ્રીતમ સાંગવાન વડાપ્રધાન મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવામાં મદદ કરશે. ફ્લાઈટ લેફ્ટનન્ટ જ્યોતિ યાદવ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ માનસી ગેદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંને તરફ ઊભી રહેશે.

 

   લાલ કિલ્લા ખાતે પાકી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. લાલ કિલ્લાના દરેક ખૂણા પર અસંખ્ય સીસીટીવી કેમેરા લગાવાયા છે, જેની સાથે વિસ્તારમાં આવેલી ઈમારતોની છત પર પણ રાઈફલોની સાથે સુરક્ષાકર્મચારી તૈનાત રહેશે. લાલ કિલ્લા અને તેની આજુબાજુ દિલ્હી પોલીસના હજારો કર્મચારી અને અર્ધસૈનિક દલોની ટૂકડીઓ તૈનાત રહેશે.

પીએમ મોદીના કાર્યક્રમ મુજબ

7.05 am : રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે,7.18 am : લાહોરી ગેટ થઈને લાલ કિલ્લા પર જશે,7.30 am : લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે, 10.00 am : વડાપ્રધાનના નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી બાદસાંજે વડાપ્રધાન રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે.

(12:47 am IST)
  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST

  • ભારે વરસાદની તારાજી બાદ ૧૦ જીલ્લાઓના ૨.૫૫ લાખ લોકોને ૪.૦૮ કરોડ કેશડોલરની રકમ ચૂકવતી રાજય સરકાર : ૫ જીલ્લામાં રૂ.૬.૩૨ કરોડની ઘરવખરી સહાય : ૨૦ જીલ્લાના ૫૯૪૪૮ લોકોને ૧૦૨ સલામત સ્થળે ખસેડાયા : ૧૧ એમ.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનોની ટુકડીએ રાહત - બચાવ કાર્ય કર્યુ : પૂર ગ્રસ્તોને ૮ લાખ ફૂડ પેકેટોનું વિતરણ કરાયુ access_time 4:18 pm IST

  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST