Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

લાલ કિલ્લા પરથી સતત છઠ્ઠીવાર સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે સંબોધન : અટલજીની બરોબરી કરશે

દિલ્હીની 41 સરકારી સ્કૂલની 3500 છાત્રાઓ, 5 હજાર દર્શ અને 17 સ્કૂલના 700 એનસીસી કેડેટ ભાષણ સ્થળ સામે 'નયા ભારત' શબ્દોની રચના કરશે

 

નવી દિલ્હી "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીરે સતત છઠ્ઠી વખત સ્વતંત્રતા દિવસે લાલકિલ્લા પરથી સંબોધન કરશે પ્રચંડ જનાદેશ પછી સત્તામાં પુનરાગમન કર્યા પછી લાલ કિલ્લા પર તેમનું પ્રથમ ભાષણ હશેપીએમ મોદી જમ્મુ-કાશ્મીર પર તેમની સરકારે લીધેલા નિર્ણયથી માંડીને અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધીના વિવિધ મુદ્દા પર ચર્ચા કરશે

   અત્રે  ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 15 ઓગસ્ટના પોતાના સંબોધનમાં સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેમ કે 'સ્વચ્છ ભારત', 'આયુષમાન ભારત' અને ઊભારતના અંતરિક્ષમાં પ્રથમ 'માનવ મિશન'ની જાહેરાત કરતા આવ્યા છેપાર્ટીના નેતાઓનું માનવું છે કે, તાજેતરમાં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ બહુમત અને ત્યાર પછી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી વડાપ્રધાનના ભાષણની દિશા પહેલાથી નિર્ધારિત થઈ ચૂકી છે.
  
લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્વતંત્રતા દિવસે ભાષણ આપવાની સાથે પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બરાબરી કરી લેશે. વાજપેયી પ્રથમ નેતા હતા, જેમણે 1998થી 2003 દરમિયાન સતત 6 વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું. એવું કહેવાય છે કે, પીએમ મોદી આર્થિક મંદી અંગે પણ પોતાના વિચાર રજુ કરશે. વખતે તેઓ જલ સંરક્ષણના વિષયને પણ પ્રમુખતાથી ઉઠાવી શકે છે.

  સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, દિલ્હીની 41 સરકારી સ્કૂલની 3500 છાત્રાઓ, 5 હજાર દર્શ અને 17 સ્કૂલના 700 એનસીસી કેડેટ પીએમ મોદીના ભાષણ સ્થળની સામે 'નયા ભારત' શબ્દોની રચના કરશે. સાથે 'એક્તામાં મજબુતી'ને તેઓ રેખાંકિત કરશે.

  વડાપ્રધાનને સલામી આપનારી ટૂકડીમાં એક અધિકારી અને સેના, નૌકાદળ અને વાયુસેનાના 24-24 જવાન શામેલ થશે. સલામી લીધા પછી વડાપ્રધાન મોદી લાલ કિલ્લાની પ્રાચીર તરફ આગળ વધશે જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેમના સહયોગી મંત્રી શ્રીપદ યસોનાઈક, સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, વાયુસેના પ્રમુખ માર્શળ બિરેન્દ્ર ધનોઆ અને નૌકાદળના પ્રમુખ એડમિરલ કર્મબીર સિંહ તેમનું સ્વાગત કરશે.

(12:35 am IST)
  • નેપાળના રસ્તે ઘુષણખોરી કરનાર વિદેશી મહિલાની ધરપકડ ;બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના રકસોલ ક્ષેત્રમાં નેપાળના રસ્તેથી ભારતમાં ઘુસવા પ્રયાસ કરતી મહિલાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધી :મહિલા પાસે પૂરતા દસ્તાવેજ નથી access_time 1:09 am IST

  • ભારત-પાક જવાનો આજે મિઠાઇની આપ-લે નહિ કરે : આજે પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા સરહદે બોર્ડર સીકયોરીટી ફોર્સ અને પાકિસ્તાની રેન્જર વચ્ચે મીઠાઇઓની કોઇ આપ-લે નહિ થાય access_time 3:27 pm IST

  • અયોધ્યા કેસ મુદે સુપ્રિમમા સુનાવણી ચાલુ : બાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે? સુપ્રિમનો સવાલ : ૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ સુનાવણીનો આજે ૬ઠો દિવસ છેઃ ગઇકાલની સુનાવણીમાં રામલલ્લા પક્ષના વકીલે તેમની દલીલો રાખી આજે પણ તેઓ જ તેમની વાત પર આગળ વધી રહયા છેઃ આ દરમિયાન કોર્ટે એકવાર ફરી રામલલ્લા પક્ષ પાસેથી જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માંગ્યા હતા access_time 1:13 pm IST