Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ગુરુગ્રામના મોલમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ : 17 યુવતીઓ સહીત 24 લોકો ઝડપાયા

હરિયાણાના ગુરુગ્રામમાં શોપિંગ મોલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્પા સેન્ટર પર દરોડાં પાડીને બે યુવતીઓ સહિત 15 મહિલાઓ અને 7 ગ્રાહક અને સ્પાના માલિકની ધરપકડ કરી છે.  આ અંગે મળતી વિગત મુજબ પાલમ વિહાર પોલીસ મથક વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં  સેક્સ રેકેટ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. મદદનીશ પોલીસ કમિશ્નર બિરમ સિંહે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
   પાલમ વિહારની પોલીસનીા એક ટીમ કૃષ્ણા ચોક ખાતે પહેરો ભરી રહી હતી ત્યારે કોઈએ માહિતી આપી હતી કે અંસલ પ્લાઝા શોપિંગ મોલમાં આવેલા એવલોન સ્પા સેન્ટરમાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે. જે બાદમાં પેટ્રોલિંગમાં રહેલી ટીમે પોલીસ અધિકારીને આ અંગેની જાણકારી આપી હતી.
   પોલીસે સ્પા સેન્ટરમાં દરોડો પાડતા પહેલા એક બોગસ ગ્રાહકને સ્પા સેન્ટરમાં મોકલ્યો હતો. સોદો પાકો થયા બાદ બોગસ ગ્રાહકે પોલીસને ઈશારો કર્યો હતો. જે બાદમાં પોલીસે સ્પા સેન્ટર પર દરોડો કરીને મેનેજર નિરંજન અને સ્પા સેન્ટરના ભાગીદાર અલોકની ધરપકડ કરી લીધી હતી. સ્પા સેન્ટરનો વધુ એક પાર્ટનર ગૌરવ ખરે ઘટનાસ્થળે મળી આવ્યો ન હતો

(9:07 pm IST)
  • ભારે વરસાદની તારાજી બાદ ૧૦ જીલ્લાઓના ૨.૫૫ લાખ લોકોને ૪.૦૮ કરોડ કેશડોલરની રકમ ચૂકવતી રાજય સરકાર : ૫ જીલ્લામાં રૂ.૬.૩૨ કરોડની ઘરવખરી સહાય : ૨૦ જીલ્લાના ૫૯૪૪૮ લોકોને ૧૦૨ સલામત સ્થળે ખસેડાયા : ૧૧ એમ.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનોની ટુકડીએ રાહત - બચાવ કાર્ય કર્યુ : પૂર ગ્રસ્તોને ૮ લાખ ફૂડ પેકેટોનું વિતરણ કરાયુ access_time 4:18 pm IST

  • કાલે ૧૫ ઓગષ્ટ દેશના તમામ શહેરોમાં એલર્ટ : યાત્રાધામો અને ધાર્મિક સ્થળો ઉપર સઘન -ચાંપતી નજર access_time 3:27 pm IST

  • જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં ૧.૩૨ અબજ ડોલરનો વધારો થયો છે: જૂનમાં નિકાસ કુલ ૨૫.૦૧ અબજ ડોલર હતી જે જુલાઈમાં વધીને ૨૬.૩૩ અબજ ડોલર થઈ છે. access_time 11:57 pm IST