Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦/૩૫મી કલમ દૂર કરી દેવા બદલ મોદી સરકારને બિરદાવતું ''વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (VHPA)'': હવે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (POK)ને પણ ભારતમાં ભેળવી દેવાનું ક્રાંતિકારી પગલું ભરવા અનુરોધ કર્યો

યુ.એસ.: જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦/૩૫મી કલમ દૂરગ કરવાના ભારત સરકારના પગલાને ''વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા'' (VHPA)એ બિરદાવ્યું છે. સાથોસાથ પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (POK)ને પણ ભારતમાં ભેળવી દેવા મોદી સરકારને અપીલ કરી છે.

VHPAની યાદીમાં જણાવાયા મુજબ અત્યાર સુધી પોતાનું વતન જમ્મુ કાશ્મીર છોડી દેશ-વિદેશના અન્ય ભાગોમાં વસવા મજબુર બનેલા કાશ્મીરી પંડિતોને વતનમાં પરત ફરવા પૂરતી મદદ કરાશે. તેમજ ભારતના નાગરિકોને પણ આ બાબતે સંપૂર્ણ સહકાર આપવા વિનંતી કરી છે. તેવું VHPA ન્યુઝ લેટરના  અહેવાલ દ્વારા શ્રી અજયની યાદીમાં જણાવાયું  છે.

(8:19 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST

  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST

  • થોડા વિરામ પછી ભાવનગરમાં ભારે વરસાદ : ભાવનગરમાં બપોર પછી પડેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાયા access_time 11:52 pm IST