Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સઘન સલામતી વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી પૂર્ણ

સતત બીજી અવધિકમાં આવ્યા બાદ મોદીનું પ્રથમ ભાષણ રહેશે : ઐતિહાસિક લાલ કિલ્લા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર તમામ લોકોની નજર : સમગ્ર દેશ દેશભકિતના રંગમાં રંગાવવા તૈયાર : ભવ્ય પરેડ

નવી દિલ્હી,તા. ૧૪: દેશમાં આવતીકાલે સ્વતંત્રતા દિવસની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે.  ઉજવણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. દેશના કરોડો લોકો દેશભક્તિના રંગમાં પહેલાથી જ રંગાઇ ચુક્યા છે. દેશના તમામ રાજ્યો ભવ્ય ઉજળણી કરવા માટેની તૈયારી કરી ચુક્યા છે. અભૂતૂપર્વ સુરક્ષા અને દેશભક્તિના માહોલમાં આવતીકાલે ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવીને સત્તા જાળવી રાખી છે. મોદી આવતીકાલે સ્વચંત્રતા દિવસે નવી સરકાર આવ્યા બાદ પ્રથમ વખત સંબોધન કરનાર છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની હાલમાં નાબુદી બાદ અને પ્રચંડ બહુમતિ સાથે તેમની સરકાર બીજી વખત આવ્યા બાદ આવતીકાલે મોદી તેમના સંબોધનમાં લોકો માટે શુ જાહેરાત કરશે તેના પર તમામ રાજકીય પંડિતો અને અન્યોની બાજ નજર છે. 

આ વખતે સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના   સતત છઠ્ઠા ઐતિહાસિક સંબોધનને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા છે. મોદીને લાલ કિલ્લા પરથી સાંભળવા માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મોદીના ભાષણની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. મોદી જ્યારે ભાષણ કરશે ત્યારે આશરે ૧૦૦૦૦ લોકો હાજર રહેશે.હાલમાં સુરક્ષા સંસ્થાઓ સંપૂર્ણપણે સાવધાન છે. 

વડાપ્રધાનના આવાસથી લઇને લાલ કિલ્લા સુધી લોંખડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભાષણ દરમિયાન પ્રથમ વખત એમઆઇ-૧૭ હેલિકોપ્ટર તૈનાત રાખવામાં આવનાર છે. આ ઉપરાંત એન્ટી વાયુ સેના હિંડન એરબસ પણ કોઇ પણ ખતરાને પહોંચી વળવા માટે તૈયાર છે. હજુ સુધી સ્વતંત્રતા દિવસના પ્રસંગે માત્ર એમઆઇ-૩૫ તૈનાત કરવામાં આવતા હતા પરંતુ આ વખતે અતિ આધુનિક હથિયારો સાથે સજ્જ એમઆઇ-૧૭ પણ તૈનાત રહેશે. ઉંચી ઇમારતો પર એન્ટી એરક્રાફ્ટ ગન ગોઠવી દેવામાં આવી છે. ૩૬૦ ઇમારતો પર એન્ટી એરક્રાફ્ટ ગન તૈનાત કરવામાં આવી ચુકી છે.

સીસીટીવી કેમરાની સંખ્યા  બે ગણી કરી દેવામાં આવી છે. હવાઇ દળના આઠ હેલિકોપ્ટર માત્ર લાલ કિલ્લાની આસપાસ જ નહી બલ્કે સમગ્ર દિલ્હી -એનસીઆર પર નજર રાખશે. સુરક્ષા માટે ફુલપ્રુફ પ્લાન અમલી છે. સાવચેતીના તમામ પગલા લેવાયા છે. સુરક્ષા દળો સામે પડકારરૂપ સ્થિતી સર્જાઇ છે.  કલમ ૩૭૦ની નાબુદી બાદ આ વખતે હુમલાની શક્યતાને ધ્યાનમાં લઇને આકાશથી જમીન અને જમીનની અંદર પર કેટલાક સ્તરની સુરક્ષા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઇટેક ગેજેટ, બોડી આર્મર, હેલ્મેટ અને દુરબીન સાથે સજજ જવાનો ગોઠવવામાં આવનાર છે. ૧૫મી ઓગષ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લા પર છઠ્ઠી વખત તિરંગો ધ્વજ લહેરાવશે. ત્યારબાદ ભાષણ આપશે. મોદી લાલ કિલ્લા પરથી  ભાષણ કરનાર છે. આ વખતે લાલ કિલ્લાની સુરક્ષા કેટલીક રીતે અલગ પ્રકારની રહેશે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુછે કે ડોગ સ્કોવોડ અને બોમ્બ ડિકેટ્શન ટીમની મદદથી વિસ્તારમાં દરરોજ એક ડઝન વખત સાફ કરવામાં આવે છે. ક્વિક રિએક્શન ટીમો મોરચા સંભાળી ચુકી છે. છેલ્લા કેટલાક દિવસથી લાલ કિલ્લાને દિલ્હી પોલીસની પીએમ સિક્યુરિટી વિંગની નજર હેઠળ છે.સીઆઇએસએફની મદદ પણ લેવામાં આવી રહી છે. આમાં સીઆઇએસએફના ૩૦૦ જવાનો તૈનાત રહે છે. ૧૫મી ઓગષ્ટ માટે વધારાના ૩૫૦-૪૦૦ જવાનોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. લાલ કિલ્લાની નજીક એક દિવસ માટે મેટ્રો ટ્રેનને બંધ રાખવામાં આવશે. તેની બન્ને બાજુએ ગાર્ડ તૈનાત કરવામાં આવી ચુક્યા છે. લાલ કિલ્લાની આસપાસ મહત્વપૂર્ણ જગ્યાએ ૩૦૦થી વધારે શાર્પ શુટરો રાખવામાં આવ્યા છે.  કોઇ પણ ત્રાસવાદી હુમલાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સીસી ટીવી કેમેરા ચારેબાજુ સ્થિતી પર નજર રાખનાર છે.

બેરિકેડ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સિક્યુરિટી ચેકિંગના નામ પર દિલ્હીના મુખ્ય માર્ગો પર જગ્યા જગ્યાએ બેરિકેડ મુકી દેવામાં આવ્યા છે. બેરિકેડ પર તૈનાત પોલીસ ગાડીની તપાસ કરી રહ્યા છે. કેટલાક લોકોએ ફરિયાદ કરતા કહ્યુ છે કે બેરિકેડના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતી રહી છે. ઓળખ છુપાવીને મકાન ભાડેથી લઇને લેતા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.

જુની કારના ડિલરોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે. કોઇ પણ અજાણ અને શંકાસ્પદ વ્યક્તિને કાર ન વેચવા માટે કહેવામાં આવ્યુ છે. જો કોઇ આવી વ્યક્તિ આવે તો પોલીસને જાણવ કરવા માટે કહેવામાં આવ્યુ છે. સાયબર કેફે ચલાવનાર લોકોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે.કેફેમાં સીસીટીવી અને આવનાર દરેક વ્યક્તિની પુરતી માહિતી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. ભીડ ધરાવતા માર્કેટંમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ શંકાસ્પદ લોકોની અવરજવર પર નજર રાખી રહી છે. બ્લેક કલરની ફિલ્મ ધરાવનાર કારને પણ પકડી પાડવામાં આવી રહી છે. સમગ્ર ધ્યાન દિલ્હીની સરહદ પર કેન્દ્રિત છે.

(3:46 pm IST)
  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST

  • જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં ૧.૩૨ અબજ ડોલરનો વધારો થયો છે: જૂનમાં નિકાસ કુલ ૨૫.૦૧ અબજ ડોલર હતી જે જુલાઈમાં વધીને ૨૬.૩૩ અબજ ડોલર થઈ છે. access_time 11:57 pm IST

  • બિહારઃ મોદી રાખડીનો દબદબોઃ ડાયમંડ નહિ પણ માત્ર મોદીની રાખડીઓ ધુમ મચાવે છે access_time 1:15 pm IST