Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

૧પમી પછી જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધો હળવા થશે

રાજયપાલ સત્પાલ મલિકની જોહરાતઃ ૧૦ દિવસમાં સ્થિતિ સામાન્ય થઇ જશે

શ્રીનગર, તા.૧૪: જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા દિવસોથી લાગેલા પ્રતિબંધોમાં ૧૫ ઓગસ્ટ બાદ છૂટછાટ આપવામાં આવી શકે છે. આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદથી જ સમગ્ર રાજયમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ આકરી કરી દેવામાં આવી છે. રાજયમાં ઇન્ટરનેટ અને ફોન સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે રાજયના રાજયપાલ સત્યપાલ મલિકે કહ્યું કે સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ પછી પ્રતિબંધોમાં થોડી રાહત આપવામાં આવશે. જોકે ઇન્ટનેટ અને ફોન સેવા ફરી શરુ થવામાં કેટલાક દિવસ લાગી શકે છે.

અમારા સહયોગી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં મલિકે કહ્યું કે, '૧૫ ઓગસ્ટ બાદ વાહનવ્યવહાર પર લગાવવામાં આવેલ પ્રતિબંધોને હળવા કરવામાં આવી શકે છે. જોકે ફો અને ઇન્ટરનેટ દ્વારા યુવાનોને ભડાકવવામાં આવી શકે છે જેથી આ સેવા શરુ કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે.' મલિકે સ્પષ્ટતા કરતા કહ્યું કે, શ્નઅમે ઇન્ટરનેટ અને ફોન જેવા હથિયાર દુશ્મનને ત્યાં સુધી આપવા નથી માગતા જયાં સુધી વસ્તુઓ સામાન્ય ન બની જાય. એક સપ્તાહ અથવા ૧૦ દિવસમાં બધુ જ ઠીક થઈ જશે. જે બાદ ધીરે ધીરે કોમ્યુનિકેશનના પ્રતિબંધોને પણ દૂર કરાશે.સત્યાપલ મલિકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું કે તેમને સાચી જાણકારીનો અભાવ છે. તેમણે કહ્યું કે વાયનાડના સાંસદ સીમા પાર પ્રોપેગંડાના આધારે વાત કરે છે. મલિકે રાહુલને આપેલું કાશ્મીર આવવાનું આમંત્રણ પરત લઈ લીધું છે. તમને જણાવી દઈએ કે રાહુલના કાશ્મીરની સ્થિતિ અંગેના નિવેદન બાદ રાજયપાલે તેમને જાતે કાશ્મીર આવીને સ્થિતિ જોવા આમંત્રણ આપ્યું હતું. જેના પર રાહુલ ગાંધીએ પ્રતિનિવેદન આપતા કહ્યું હતું કે તેઓ વિરોધ પક્ષોના નેતાઓના એક ડેલિગેશન સાથે કાશ્મીર આવવા માગે છે. જયાં તેમને પોતાની ઇચ્છા મુજબ હરવા ફરવા અને લોકોને મળવાની મંજૂરી હોવી જોઈએ.

મલિકે આમંત્રણ પરત લેતા કહ્યું કે, 'મે તેમને અહીં આવીને સ્થિતિ જોવા માટે કહ્યું હતું પરંતુ તેમણે તો પહેલા જ શરતો રાખી દીધી. તેઓ પ્રતિનિધિમંડળ સાથે આવવા માગે છે. પછી તેમને ધરપકડ કરવામાં આવેલ નેતાઓને પણ મળવું છે. આ કઈ રીતે સંભવ બને? મે તેમને શરતો સાતે નહોતા બોલાવ્યા પરંતુ હવે આ આમંત્રણ પરત લઉં છું. તેમણે કહ્યું કે ગત સપ્તાહમાં ૧૦ ટીવી ચેનલ કાશ્મીરમાં પહોચી છે રાહુલે કમસે કમ તેમની સાથે વાત કરીને અહીની સ્થિતિ અંગે પહેલા જાણવું જોઇએ અને પોતાની જાકારણી વધારવી જોઈએ.

(11:52 am IST)