Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સુષ્માજી કૃષ્ણભકિતને સમર્પિત હતા : તેઓના મન મંદિરમાં કૃષ્ણ રહેતા હતા

સુષ્માજી જ્યારે પણ મળતા તો 'જયશ્રી કૃષ્ણ' કહેતા : 'જય દ્વારકાધીશ' બોલતાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી તા.૧૪ : દિલ્હીમાં પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધન પર યોજાયેલી શ્રધ્ધાંજલી સમારંભમાં પીએમ નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજની જીંદગીનો અનેક નહિ બહાર આવેલી બાબતો લોકો સમક્ષ રાખી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે સુષ્મા સ્વરાજ કૃષ્ણભકત ને સમર્પિત હતા. કૃષ્ણ તેમના મન મંદિરમાં વસેલા હતા. પીએમ મોદીએ સુષ્મા સ્વરાજના આધ્યાત્મીક પક્ષની ચર્ચા કરતા કહ્યુ હતુ કે કૃષ્ણના સંદેશ સાથે તેઓ જીવતા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે અમે જ્યારે પણ મળતા તો તેઓ જય શ્રિ કૃષ્ણ કહેતા, હુ તેમને જય દ્વારકાધીશ કહેતો કૃષ્ણનો સંદેશ તેઓ જીવનમાં ઉતારતા હતા. જો તેમની જીવનયાત્રા નિહાળીએ તો લાગે છે કે કર્મણ્યેવાધિકારસ્તુ .... શુ થાય એ સુષ્માજી માટે ચરિતાર્થ કર્યુ છે.

સુષ્માજીની વિદાય બાદ જ્યારે હું બાંસુરીને મળ્યો તો તેમણે કહ્યુ કે તેઓ એટલા બધા ખુશ થઇ ગયા છે કે જેની કલ્પના કરી ન શકાય. આમ ખુશીની પળને જીવતા તેઓ કૃષ્ણના ચરણમાં પહોચી ગયા.

વડાપ્રધાન શ્રધ્ધાંજલી સભામાં સુષ્મા સ્વરાજના ઘણા સંસ્મરણો વાગોળ્યા હતા. મોદીએ સુષ્માનો સ્વભાવ , કૃષ્ણ ભકિત , શિસ્ત,કલમ ૩૭૦ પર તેની ખુશી , કડક નિર્ણય અને પ્રોટોકોલ  સહિત ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યુ હતુ કે સુષ્માજી બધાને માટે પ્રેરણાસ્ત્રોત હતા. સિસ્ટમ, શિસ્ત અનુસાર  જે પણ કામ મળ્યુ તેણે દિલદઇને પાર પાડ્યુ હતુ. અંગત જીવનમાં સિદ્ધી મેળવી લીધી હોવા છતા પણ આ કામ કરવુ કાર્યકરો માટે એક મોટી પ્રેરણા છે. સુષ્માજીનુ ભાષણ અસરકારક હોવાની સાથે સાથે પ્રેરક પણ હતુ. સુષ્માજીના વકતવ્યમાં વિચારોની ઉંડાઇનો દરેકને  અનુભવ હતો. શ્રધ્ધાંજલી સભામાં રાજનાથ, અમિત શાહ, સુષ્માના પતિ કૌશલ , પુત્રી બાંસુરી હાજર રહ્યા હતા.

(11:52 am IST)