Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સરપંચોને તિરંગો લહેરાવવા જવાબદારી

જમ્મુ-કાશ્મીરમાં ૧પમી ઓગષ્ટની ઉજવણીની ભવ્ય તૈયારીઃ દરેક ગામોમાં તિરંગો ફરકાવવા આદેશ

શ્રીનગર, તા.૧૪: – જમ્મુ અને કશ્મીર હવે ભારતનું રાજય રહ્યું નથી, પણ ભારત સરકારે એને કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કરી દીધું છે. ત્યાં ગુરુવારે ૧૫ ઓગસ્ટના ભારતના સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવાની તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે.જમ્મુ-કશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે તમામ ડેપ્યૂટી કમિશનરોને આદેશ આપ્યો છે કે તેઓ પ્રદેશના પ્રત્યેક ગામના સરપંચને આદેશ આપે કે ગુરુવારે તેઓ સંબંધિત ગ્રામ પંચાયતમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે.દરમિયાન, કશ્મીર ખીણ વિસ્તારમાં શાંતિ જણાતાં સત્તાવાળાઓએ નિયંત્રણોને તબક્કાવાર હળવા કરવાનું નક્કી કર્યું છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જમ્મુ-કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિસ્થિતિ રાબેતા મુજબની થાય એ માટે કેન્દ્ર સરકારે વાજબી સમય આપવો જોઈએ. પરિસ્થિતિ સંવેદનશીલ હોવાથી એ રાતોરાત રાબેતા મુજબની થઈ શકશે નહીં.

(11:51 am IST)
  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST

  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST

  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST