Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સિંગર મીકાસિંહને પાકિસ્તાનમાં પરફોર્મ કરવું મોંઘુ પડ્યું :સીને એસો,એ લગાવ્યો પ્રતિબંધ

મ્યૂઝિક કંપની, મુવી પ્રોડક્શન હાઉસ અને ઓનલાઈન મ્યૂઝિક કન્ટેન્ટ પ્રોવાઈડરથી પણ બોયકોટ કરાશે

મુંબઈ : બોલીવુડ સિંગર મીકાસિંહને પાકિસ્તાનના કરાંચીમાં પરફોર્મ કરવું મોંઘુ પડ્યું છે. ભારતીય સિને એસોસિએશને મીકાસિંહ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

AICWAએ મીકાસિંહ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે અને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બોયકોટ કરાશે. સાથે જ મ્યૂઝિક કંપની, મુવી પ્રોડક્શન હાઉસ અને ઓનલાઈન મ્યૂઝિક કન્ટેન્ટ પ્રોવાઈડરથી પણ બોયકોટ કરવામાં આવશે.

 મળતી વિગત મુજબ પરવેઝ મુશર્રફના સંબંધી અસદની દીકરી સેલિનાની મહેંદીમાં મીકાસિંહે પરફોર્મ કર્યું હતું.

 પાકિસ્તાનના કરાંચીમાં મીકાસિંહ જુમ્મે કી રાત ગીત ગાતાનો વીડિયો નજરે પડ્યો હતો. જેના કારણે તેને ઘણી ટિકાનો સામનો કરવો પડ્યો હતો. જમ્મૂ-કશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન મીકાસિંહે આ પરફોર્મ કર્યું હતું. જેના કારણે ભારતીય ફેન્સમાં પણ ગુસ્સો ફેલાઈ ગયોછે 

(11:41 am IST)
  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST

  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST

  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST