Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અમેરિકાનો નવો વીઝા નિયમઃ ગ્રીન કાર્ડ મેળવવાની ઈચ્છા રાખતા લોકો માટે માઠા સમાચાર

અમેરિકાના વહિવટીતંત્રએ એ લોકોને વીઝા અને ગ્રીન કાર્ડ નહીં આપવાનો નિર્ણય કર્યો છે જે ગરીબ છે અને સરકારી સુવિધાઓનો ફાયદો લઈને અમેરિકામાં વસે છે

વોશિંગ્ટનઃ અમેરિકા હવે વિદેશીઓને ગ્રીન કાર્ડ નહી આપે અથવા તો એવું કહી શકાય કે હવે અમેરિકામાં ગ્રીન કાર્ડ લેવું મુશ્કેલ થવા જઈ રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસન ૬૦ દિવસ બાદ એવો નિયમ લાવવા જઈ રહ્યું છે કે જેમાં આ પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ નિયમ અનુસાર અમેરિકામાં બહારથી આવેલા લોકોને ગ્રીન કાર્ડ નહી આપવામાં આવે અને ન તો તેમને અસ્થાયી રીતે જાહેર કોઈ વિઝાને વધારવાની મંજૂરી નહી આપવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે આની સૌથી વધારે અસર ભારતીયો પર પડશે.

આ નિયમ હેઠળ અમેરિકાના વહિવટીતંત્રએ એ લોકોને વીઝા અને ગ્રીન કાર્ડ નહીં આપવાનો નિર્ણય કર્યો છે જે ગરીબ છે અને સરકારી સુવિધાઓનો ફાયદો લઈને અમેરિકામાં વસે છે. ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી સ્ટીફન મિલરની સલાહના આધારે તૈયાર કરવામાં આવેલો નવો નિયમ ૧૫ ઓકટોબરથી લાગુ થશે.

નોંધનીય છે કે, અમેરિકાના નિવાસીઓને અનાજ, આવાસ, ચિકિત્સા અને લોક કલ્યાણની અને અનેક સરકારી યોજનાઓનો લાભ મળે છે. આ સુવિધા ત્યાં જતાં વિદેશીઓ અને ત્યાં નિવાસની સ્થાયી મંજૂરી મેળવનારા વિદેશી મૂળના લોકોને પણ મળે છે. પરંતુ હવે વહિવટીતંત્ર વીઝા આપતાં પહેલા તપાસ કરશે કે અમેરિકા આવનારી વ્યકિત પોતાની જવાબદારી જાતે ઉઠાવવામાં સક્ષમ છે કે નહીં. તેના માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે.

અમેરિકાના નાગરિક અને ઇમિગ્રેશન સેવાના કાર્યકારી નિદેશક કેન કુસીનેલી મુજબ આત્મનિર્ભર થવું અમેરિકાની જૂની પરંપરા છે. અમે તેને જ ફરી શરૂ કરવાનું કાર્ય કરી રહ્યા છીએ. થોડાક સમય બાદ તેનો લાભ અમેરિકાની ટેકસ આપનારા લોકોને મળવા લાગશે. તેમને ટેકસ ભરવાની સામે તમામ સરકારી સુવિધાઓ મળશે.

અમેરિકાની ઈમિગ્રેશન વ્યવસ્થામાં ફેરફાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાથમિકતામાં સામેલ છે. તે કાયદેસર અને ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં દ્યટાડો કરવા માંગે છે. તેઓ ઈમિગ્રેશનને અમેરિકાના હિત માટે ઉપયોગમાં લેવા માંગે છે, ઈમિગ્રન્ટના હિતમાં નહીંફ મેકિસકો સરહદે દીવાલનું નિર્માણ પણ ટ્રમ્પની આ જ નીતિનો હિસ્સો છે. તેના દ્વારા તે મેકિસકોથી થતી દ્યૂસણખોરી પર રોક લગાવવા માંગે છે. તેના માટે અમેરિકાની સંસદમાં લાંબા સમય સુધી ગતિરોધ થયેલો છે.

(10:08 am IST)
  • પહેલુખાન મોબ લિંચિંગ કેસ: અલ્વર ખાતેના આ કેસના ૬ આરોપીને રાજસ્થાન કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. access_time 11:55 pm IST

  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST

  • ભારત-પાક જવાનો આજે મિઠાઇની આપ-લે નહિ કરે : આજે પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા સરહદે બોર્ડર સીકયોરીટી ફોર્સ અને પાકિસ્તાની રેન્જર વચ્ચે મીઠાઇઓની કોઇ આપ-લે નહિ થાય access_time 3:27 pm IST