Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

મોદી સરકારે ગ્રાહકોને આપ્યા અધિકારઃ હવે વકિલ વગર લડી શકાશે કેસ

કન્ઝયુમર પ્રોટેકશન બિલ ૨૦૧૯ સંસદના બંને સદનમાં પાસ થવા અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી ગયા બાદ એકટ બની ગયો છે

નવી દિલ્હી, તા.૧૪: કન્ઝયુમર પ્રોટેકશન બિલ ૨૦૧૯ને સંસદની મંજૂરી મળ્યા બાદ હવે સરકાર તેને લાગૂ કરાવવાની તૈયારી કરી રહી છે. કન્ઝયુમર પ્રોટેકશન બિલ ૨૦૧૯ સંસદના બંને સદનમાં પાસ થવા અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી ગયા બાદ એકટ બની ગયો છે. કન્ઝયુમર અફેયર સચિવ અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે, ઓગષ્ટ મહિનાના અંત સુધી નિયમ બનાવવાનું કામ કરવામાં આવશે. ૩ મહિનામાં તમામ નિયમ બનશે. નવા બિલમાં ગ્રાહકોને વકિલ વગર કેસ લડવાનો અધિકાર મળ્યો છે.

કન્ઝયુમર પ્રોટેકશન બિલમાં સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટીને કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે. આનાથી ગ્રાહકોની પરેશાની દૂર થશે. CCPAમાંઈન્વેસ્ટિગેશન વિંગ પણ હશે. CCPAમાંથી સરકાર કંપનીઓ પર કાર્યવાહી કરશે. ઈન્વેસ્ટિગેશન વિંગના હેડ ડીજી હશે, જયારે એડિશનલ ડીજી સહિત કેટલાક અધિકારી આ વિંગમાં સામેલ થશે. CCPA સ્વત સંજ્ઞાન લઈ શકે છે. CCPA ભ્રામક પ્રચાર પર રોક માટે પણ કામ કરશે.

હવે જીલ્લામાં ૧ કરોડ રૂપિયા સુધીની ફરિયાદ અને રાજય સ્તર પર ૧૦ કરોડ રૂપિયા સુધીની ફરિયાદ કરી શકે છે. પહેલા વકિલ રાખવા પડતા હતા, હવે વગર વકિલે તમે લડી શકો છો કેસ.

હવે જાહેરાતમાં જૂઠા વાયદા કરવા અથવા ખોટી જાણકારી આપવા પર કંપનીઓ, સર્વિસ પ્રોવાઈડર્સ અને તે જાહેરાતને એન્ડોર્સ કરનાર સેલિબ્રિટિને પણ સજા થઈ શકે છે. આ વસ્તુ માટે દોષી ઠહેરાવ્યા બાદ દંડ અને જેલની સજા થઈ શકે છે. આ બિલમાં જોગવાઈ રાખવામાં આવી છે કે, કોઈ પણ જાહેરાત પછી તે પ્રિંટ, રેડિયો, ટેલિવિઝન, આઉટડોર, ઈ-કોમર્સ, ડાયરેકટ સેલિંગ અથવા ટેલીમાર્કેટિંગ કોઈ પણ માધ્યમથી કરવામાં આવી રહી હોય, જો તેમાં ખોટી જાણકારી આપવામાં આવી હોયો તો, તે અપરાધની શ્રેણીમાં આવશે.

આ બિલમાં એવી જાહેરાતો અથવા મિસલીડિંગ એડ્સને એવી રીતે પરિભાષિત કરવામાં આવી છે, જેમાં કોઈ પણ પ્રોડકટ અથવા સર્વિસની જૂઠી જાણકારી આપવી, જૂઠી ગેરંટી આપવી, કન્ઝયુમર્સને પ્રોડકટના નેચર, સબ્સટેન્સ, કવોલિટી અથવા કવોલિટીને લઈ ફસાવવા અથવા જાણીજોઈ સર્વિસ પ્રોવાઈડર અથવા મેન્યુફેકચરિંગ તરફથી કોઈ જાણકારી છુપાવવામાં આવે. આ બિલ હેઠળ દિલ્હીમાં સરકાર તરફથી નિયુકત કરવામાં આવેલા એક ચીફ કમિશ્નરની અધ્યક્ષતામાં એક સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટીની રચના કરવામાં આવશે, જે ગ્રહકોના અધિકારનું હનન, જાહેરાતની અનૈતિક રીત અથવા ખોટા દાવા કરનાર મિસલીડિંગ એડ્સને રેગ્યુલેટ કરશે.

આ બિલની જોગવાઈ અનુસાર, સર્વિસ પ્રોવાઈડર્સને ૧૦ લાખ રૂપિયા દંડની સાથે અધિકતમ ૨ વર્ષની જેલની સજા થઈ શકે છે. જયારે સેલિબ્રિટીને ૧૦ લાખ રૂપિયાના દંડ ભોગવવો પડી શકે છે. સાથે વારંવાર આ ભૂલ કરવા પર ઓથોરિટી તેના પર ૫૦ લાખ રૂપિયાના દંડની સાથે-સાથે ૫ વર્ષ સુધી જેલની સજા આપી શકે છે.

એટલું જ નહી, ઓથોરિટી કોઈ સેલિબ્રિટીને જાહેરાત એન્ડોર્સ કરવા પર એક વર્ષ સુધી રોક પણ લગાવી શકે છે. વારંવાર ભૂલ કરવા પર આ રોક ત્રણ વર્ષ વધારી પણ શકાય છે.

(10:07 am IST)
  • દિલ્હી સરકારની ઓટો ચાલકોને મોટી ભેટ ;જીપીએસ ફી અને ફિટનેસ ફી માફ :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત ;નવો ફેરફાર પહેલી સપ્ટેમ્બરથી થશે લાગુ access_time 1:11 am IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST