Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

યૂપીમાં દવા માટે ૩૦ રૂપિયા માંગતા પત્નિને પતિએ ત્રિપલ તલાક આપ્યા

પીડિતાના બે બાળકો પણ પતિએ છીનવી લીધા

લખનૌ, તા.૧૪: ઉત્તરપ્રદેશ હાપુડ જિલ્લાની એક મહિલાએ દાવો કર્યો છે કે એણે પોતાના પતિ પાસે દવા ખરીદવા માટે ૩૦ રુપિયા માંગ્યા તો પતિએ  ત્રિપલ તલાક આપી દીધા. પીડિતાની માતાએ કહ્યું કે, મારી દિકરી બિમાર પડી ગઈ અને એણે પતિ પાસે દવાની માંગ કરી હતી. એનાથી નારાજ થઈને ત્રિપલ તલાક આપ્યા અને એને સાસરામાંથી કાઢી મૂકી હતી.

પીડિતાએ કહ્યું કે, મારા ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતાં. મેં દવા માટે ૩૦ રુપિયાની માંગણી કરી હતી. એના બદલે મારા પતિએ ગુસ્સો કરીને અને મને ત્રણ તલાક આપી દીધા હતાં. ત્યારબાદ એણે એમના પરિવારના ઘરમાંથી બહાર કાઢી હતી.

પીડિતાએ એ પણ દાવો કર્યો કે એના બે બાળકો પણ છીનવી લીધા છે. હાપુડના જિલ્લા પોલીસ વડા રાજેશસિંહે કહ્યું કે, અમને એક અરજી મળી છે, જેમાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે એના પતિએ કેટલાક દિવસ પહેલાં એને ત્રિપલ તલાક આપી દીધા છે. અમે આ મામલે કેસ દાખલ કર્યો છે અને તપાસ કરી રહ્યાં છીએ. આ મામલે આવશ્યક કાર્યવાહી કરવામાં આવશે.

મુસ્લિમ મહિલા(પ્રોટેકશન ઓફ રાઈટ ઓન મેરેજ) બિલ-૨૦૧૯ અનુસાર, મુસ્લિમોમાં તાત્કાલિક 'ત્રિપલ તલાક'ને ગેરકાનૂની છે અને ૧ ઓગષ્ટથી લાગુ થયેલાં આ બિલમાં પતિને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.(૨૩.૩)

(10:05 am IST)
  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં ૧.૩૨ અબજ ડોલરનો વધારો થયો છે: જૂનમાં નિકાસ કુલ ૨૫.૦૧ અબજ ડોલર હતી જે જુલાઈમાં વધીને ૨૬.૩૩ અબજ ડોલર થઈ છે. access_time 11:57 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST