Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

યુ.એસ.માં ઇન્ડિયન કલ્ચર સોસાયટી (ICS ) ન્યુજર્સીના ઉપક્રમે ઉનાળુ પિકનિક યોજાઇઃ હોટલના ઇન્ડોર એ.સી. હોલમાં યોજાયેલી પિકનિકમાં આબાલ વૃદ્ધ સહિત તમામે સ્વાદિષ્ટ ભોજન સાથે શ્રી સંજય રાવલના વકતવ્યનો આનંદ માણ્યો

 

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ તાજેતરમાં ન્યુજર્સીના One of the oldest Indian Culture Society,N.J.(Union)  સંસ્થા દ્વારા ઉનાળું પીકનીકનું આયોજન E-Hotel, Edison ખાતે હાથ ધરાયું હતુ. ૪-ઓગ. રવિવારના રોજ ICS સંસ્થાના પ્રમુખ રાજેશ પટેલ અને તેમની Executive Team ના  સથવારે એકદમ નવા અભિગમ સાથે ઇન્ડોર એટલે E-Hotel ના  મેઇન હોલની અંદર નાના બાળકોથી માંડીને આધેડ વયના મહેમાનો માટે અસહ્ય ગરમી તથા આબોહવાનું વાતાવરણ અસંભવ બની રહેવાની હોલની અંદર જ પીકનીકની વ્યવસ્થા રાખલી હતી.

         બપોરમાં પકવાન રેસ્ટોરન્ટ દ્વારા બનાવેલ ગરમ ગોટા, નાસ્તો, લંચ સાથે સાંજની ખીચડી, શાક, મીઠાઇની રસાસ્વાદ માણવાનો લ્હાવો મળેલો.  ગુજરાતના Motivational  સ્પીકર તરીકે જાણીતા સંજય રાવલ દ્વારા સતત અઢી કલાકનું તેમનું પ્રવચન ઉપસ્થિત મહેમાનોને ખૂબ જ આનંદ રમુજ સાથે સાંભળીને જીવન જીવવાની કળા શીખી હતી.

         ICS સંસ્થા માત્ર નવરાત્રિનો જ પ્રોગ્રામ માટે સિમિત ન રહેતા, Indian કોમ્યુનીટી માટે નવું નવંુ પ્રદાન કરીને સંસ્થાના યુવાન પ્રમુખ શ્રી રાજેશ પટેલ તથા તેમની કમિટી, અલગ અલગ કાર્યક્રમોનું આયોજન હાથ ધરે છે. સંસ્થાના ચેરમેન પિયુષભાઇ પટેલ  (P.I)  તથા નાના મોટા ડોનર તથા ટ્રસ્ટીઓના આર્થિક યોગદાનથી પીકનીકની પ્રવેશ ફી ટોકન માત્રથી આયોજિત થઇ હતી. ટી.વી. એશિયાના માલિક એચ.આર. શાહ  તથા વિવિધ ગુજરાતી સંસ્થાઓના આગેવાનોથી માંડીને પોલીટીકલ અગ્રણીઓને ICS આયોજીત સૌપ્રથમ વાર ઇન્ડોર પીકનીકના આયોજનના ભારોભાર વખાણ કરીને નવું પ્રદાન કરવાની શકિતને બીરદાવી રહ્યા છે તેવું શ્રી તુષાર વી. પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

(10:58 pm IST)