Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

જમ્મુ-કાશ્મીર અંગે ફેક ન્યુઝ ફેલાવનારા 100થી વધુ યુઆરએલ સામે ગૃહ મંત્રાલય કરશે આકરી કાર્યવાહી

બેઠકમાં વિવાદાસ્પદ યુઆરએલની લિસ્ટ રજૂ કરાયા : નકલી અને ખોટી સૂચના ફેલાવવાનો આરોપ

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં ફેક ન્યૂઝ ફેલાવનારા 100થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ગૃહ મંત્રાલય કાર્યવાહી કરી શકે છે

સૂત્રો મુજબ આવા 100થી વધુ યુઆરએલ પર ગૃહ મંત્રાલય કાર્યવાહી કરશે અને તેને બંધ કરી દેશે.મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ગૃહ મંત્રાલય, આઇબી, મિલિટ્રી ઇન્ટેલિજન્સ અને સૂચના પ્રસારણ મંત્રાલયના અધિકારીઓની એક હાઇ લેવલ બેઠક મળી હતી. આ બેઠકમાં તે વિવાદાસ્પદ યુઆરએલની લિસ્ટ રજૂ કરવામાં આવી જેના દ્વારા નકલી અને ખોટી સૂચના ફેલાવવામાં આવી રહી છે.

(12:00 am IST)