Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

હવે ઓસ્ટ્રેલિયામાં પણ નોટબંધીની તૈયારી ! : 100 ડોલરની નોત બંધ થવાની જબરી ચર્ચા

દેશના જાણકારોનું કહેવુ છે કે તેનાથી ડ્રગ અને માનવ તસ્કરી જેવી સમસ્યાથી છૂટકારો મળશે.

ઓસ્ટ્રેલિયામાં અત્યારે 100 ડૉલરની નોટ બંધ કરવા માટે જોરશોરથી ચર્ચા ચાલી રહીં છે. ઓસ્ટ્રેલિયાના નાણા પ્રધાન કેલી ઓ ડાવિયરે તેના માટે એક સમિતિ પણ તૈયાર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન સરકાર આ પગલું અબજો રૂપિયાના ટેક્સ સિસ્ટમને પાછા લાવવા માટે તૈયાર કરી રહી હોવાનું મનાય છે

   કેલીએ મીડિયાને આપેલી માહિતીમાં કહ્યું કે રોકડ માટે કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે લોકો આવક જાહેર કરતા નથી અને ટેક્સ જમા કરતા નથી ત્યારે આ અર્થવ્યવસ્થા માટે યોગ્ય નથી.

ઓસ્ટ્રેલિયામાં નોટબંધી અંગે ફક્ત ચર્ચા ચાલી રહી નથી, પરંતુ દેશના જાણકારોનું કહેવુ છે કે તેનાથી ડ્રગ અને માનવ તસ્કરી જેવી સમસ્યાથી છૂટકારો મળશે.

  નવેમ્બર 2016માં ભારતમાં નોટબંધી થયા પછી યુબીએસે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે જો ઓસ્ટ્રેલિયા પણ આવુ કોઈ કડક પગલુ ઉઠાવે છે તો તેનાથી ઓસ્ટ્રેલિયન અર્થવ્યવસ્થા અને બેંકો પર સકારાત્મક અસર દેખાશે.

  એક કંપનીએ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં મોટા પાયા પર ડિજીટલ ટ્રાન્ઝેક્શન થાય છે, તેવામાં સરકાર મોટા મૂલ્યની નોટ બંધ કરી શકે છે. જેનો સૌથી મોટો ફાયદો એ છે કે ગુના ઘટશે અને ટેક્સથી મહેસુલ વધશે અને જમા મૂડી પર અસર પડશે.

(8:18 pm IST)