Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

તુતિકોરિયન હિંસા મામલે હાઇકોર્ટે આપ્યો સીબીઆઈ તપાસનો આદેશ

કોર્ટે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ હિંસામાં તેમની ભૂમિકા અંગે એનએસસી હેઠળ લગાવેલા આરોપ ફગાવ્યા

તૂતીકોરિયન હિંસા મામલે મદ્રાસ હાઈકોર્ટે સીબીઆઈને તપાસના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરોધ પ્રદર્શન દરમ્યાન 13 લોકોના મોત થયા હતા

  .કોર્ટે છ પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ હિંસામાં તેમની ભૂમિકા અંગે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ લગાવવામાં આવેલા આરોપોને ફગાવ્યા છે.તૂતિકોરીયમાં થયેલી હિંસામાં 60થી વધારે લોકો ઘાયલ થયા હતા.

 આ પહેલા તમિલનાડુના મુખ્ય પ્રધાન પલનીસ્વામીએ કહ્યુ હતુ કે, તૂતીકોરિનમાં લોકો કંપની વિરૂદ્ધ લોકો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ તેને હિંસાનું રૂપ આપ્યુ હતું.  સ્થાનિક લોકોનો આરોપ છે કે, તાંબાના પ્લાન્ટના કારણે લોકોના સ્વાસ્થય પર અસર પડી છે.

  તુતિકોરિયનમાં ચાલતા પ્લાન્ટને બંધ કરવામાં આવે. ભારે વિરોધ બાદ સમગ્ર મામલો મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યો હતા. ત્યારે હાઈકોર્ટે આ મામલે સીબીઆઈને તપાસ કરવાના આદેશ આપ્યા છે.

(8:03 pm IST)