Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અમેરિકાના ન્યુજર્સીમાં યોજાયેલી ઇન્ડિયા ડે પરેડમાં ''ચલો ઇન્ડિયા'' ટીમએ આકર્ષણ જગાવ્યું : ભારતીય ફલેગના કલર મિશ્રીત યુનિફોર્મ સાથે પરેડમાં જોડાયેલી ટીમએ દેશભકિત સભર ગીતોના તાલમાં તાલ મિલાવી લોકોનો ઉત્સાહ વધાર્યોઃ તમામને ફ્રી સનગ્લાસ ચશ્મા ભેટ આપ્યાઃ પરેડના ગ્રાન્ડ માર્શલ શ્રી અનુપમ ખેર સહિતના તમામ મહાનુભાવોએ ચલો ઇન્ડિયા ટેન્ટ પાસે રોકાઇને ફોટા પાડ્યાઃ ૩૧ ઓગ.થી ર સપ્ટેં.૨૦૧૮ દરમિયાન એડિસન ન્યુજર્સી મુકામે યોજાનારી ચલો ઇન્ડિયા ઇવેન્ટ વિષે માહિતી મેળવી પ્રભાવિત થયા

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી) ઉત્સવપ્રિય ભારતીયોની સંસ્કૃતિને ઉજાગર કરી બતાવે તેવી ઇવેન્ટ અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા એડિસન ખાતેના એન જે એકસ્પો સેન્ટર ખાતે ૩૧ ઓગ.થી ર સપ્ટેં.૨૦૧૮ દરમિયાન ''ચલો ઇન્ડિયા'' નામથી આકાર લઇ રહી છે.

આ અગાઉ આ ઇવેન્ટના પ્રયોજક શ્રી સુનિલ નાયકની ટીમ દ્વારા યોજાઇ ગયેલી ચાલો ગુજરાત ઇવેન્ટને મળેલી જબ્બર સફળતાને ધ્યાને લઇ આ વખતે ફલક વિસ્તૃત કરી ચલો ઇન્ડિયા નામ સાથે આગમન થઇ રહ્યું છે ભારે આકર્ષણ ન્યુજર્સીના ઓકટ્રી રોડ ઉપર યોજાયેલી ઇન્ડિયા ડે પરેડમાં જોવા મળ્યું હતું.

આ પ્રસંગે ભારતીય ફલેગના કલર સાથેના યુનિફોર્મમાં ચલો ઇન્ડિયા ઓફિસના બહારના ભાગમાં હાજર રહેલા ટીમના સભ્યો પરેડમાં જોડાયા હતા. તથા દેશભકિત સભર ગીતોના તાલમાં તાલ મિલાવી નાચતા કુદતા જોવા મળ્યા હતા. ટીમ દ્વારા પરેડમાં જોડાયેલા તથા પરેડ જોવા આવેલા તમામ લોકોને ફ્રી સનગ્લાસ ચશ્મા અપાયા હતા. જેઓ ચલો ઇન્ડિયાની ઓફિસ પાસે ભેગા થઇ ગયા હતા. તથા આગામી ૩૧ ઓગ.થી શરૂ થનારી ૩ દિવસિય ઇવેન્ટ વિષે જાણવાની કુલૂહૂલતા દર્શાવી હતી.તથા ભારતીય સંસ્કૃતિની ભરમાર સાથે યોજાનારી આ ઇવેન્ટ વિષે જાણકારી મેળવી પ્રભાવિત થયા હતા. તેમજ ટીમના ઉત્સાહને જોઇને ફોટા પાડવાની લાલચ રોકી શકયા નહોતા.

ચલો ઇન્ડિયા ઇવેન્ટ તથા તેની ટીમના ઉત્સાહથી આકર્ષાયેલા લોકોમાં કોંગ્રેસમેન ફ્રાંક પાલ્લોન, સેનેટર સામ થોમ્પસન, TVAsia ચેરમેન શ્રી એર.આર.શાહ, કોમ્યુનીટી લીડર ડો.નવિન મહેતા સહિતના વી.આઇ.પી.ઓનો સમાવેશ થતો હતો. એટલું જ નહિં પરેડના ગ્રાન્ડ માર્શલ અનુપમ ખેર પણ ચલો ઇન્ડિયા ટેન્ટના આકર્ષણથી મુકત રહી શકયા નહી તેમનો ફલોટ ચલો ઇન્ડિયા ઓફિસ નજીક આવતાં જ આનંદ અને આશ્ચર્ય સાથે પ્રભાવિત થયેલા શ્રી ખેરએ ટીમના ફોટા લીધા, વીડિયો ઉતાર્યો અને ચલો ઇન્ડિયાના ચિફ ઓર્ગેનાઇઝર શ્રી સુનિલ નાયક સાથે હાથ મિલાવ્યા શ્રીનાયક તેમની સાથે ફલોટમાં જોડાયા. ચલો ઇન્ડિયા ટેન્ટ પાસેથી પસાર થતા તમામ ફલોટસ ટેન્ટ પાસે જાણે કે ખેંચાઇ આવતા હતા. તથા ફોટા લેતા હતા આગામી દિવસોમાં યોજાનારી આ ચલો ઇન્ડિયા જાણે કે પરેડનું મોટુ આકર્ષણ બની ગયેલી જોવા મળી હતી. જો ચલો ઇન્ડિયાની ઝલક આટલું આકર્ષણ જગાવી શકતી હોય તો ત્રિદિવસિય પ્રોગ્રામ કેટલું વધુ આકર્ષણ જગાવશે તેની કલ્પના જ કરવી રહી.

હવે આ ચલો ઇન્ડિયા ઇવેન્ટ વિષે સામાન્ય જાણકારી મેળવી લઇએ ૩૧ ઓગ.થી ૨ સપ્ટેં.૨૦૧૮ શુક્ર,શનિ,તથા રવિવાર દરમિયાન એન.જે.એકસ્પો સેન્ટર એડિસન ન્યુજર્સી મુકામે AIANA દ્વારા યોજાનારી આ આ ચલો ઇન્ડિયા ૨૦૧૮ ત્રિદિવસિય ઇમેન્ટ આ અગાઉ ચલો ગુજરાતના નામે ઓળખાતી હતી. જે હવે વિસ્તૃત ફલક સાથે ચલો ઇન્ડિયા નામથી યોજાશે. તેમાં ૭ પ્રકારના જુદા જુદા દૃશ્યો તથા તહેવારો જોવા મળશે. તથા આ ઇમેન્ટમાં અનેક નામાંકિત હસ્તીઓ હાજરી આપશે. જેમાં બોલીવુડ સિંગર સોનુ નિગમ, એકટર અન્ન કપૂર, લોકપ્રિય સિંગર સુદેશ ભોંસલે, ફોક ફયુઝન બેન્ડ પેપોન, ગુજરાતી લોક ગાયકો ઓસમાણ મીર, તથા કિર્તીદાન ગઢવી, સુવિખ્યાત કવિ કુમાર વિશ્વાસ, સુરેન્દ્ર શર્મા, ગુજરાતી કવિ અનિલ ચાવડા તથા હર્ષ બ્રહ્મભટ્ટ, સુપ્રસિધ્ધ હાસ્ય કલાકારો ભારતી સિંઘ, સાઇરામ દવે મોટીવેશન સ્પીકર જય વસાવડા, સહિત અનેક કલાકારોનો મેળાવડો જોવા તથા માણવાની તક મળશે.

આ ત્રિદિવસિય ઇવેન્ટમાં ૩૦ હજાર જેટલા મુલાકાતીઓ ઉમટી પડવાની ધારણાં છે જેમાં ભારતીયો ઉપરાંત વિદેશીઓના પણ સ્વાગત માટે શ્રી સુનિલ નાયક તથા તેમની ટીમ કટિબઘ્ઘ છે.

વિશેષ માહિતી www.Chaalogujarat.com દ્વારા મેળવી શકાશે. તેવું શ્રી કુરાંગ શાહની યાદી જણાવે છે.

(7:42 pm IST)
  • જાપાનમાં 5.1ની તિવ્રતાનો ભૂકંપ: ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડ્યા :આ ભૂકંપ ચીબા પ્રીફેક્ચરમાં આવ્યો છે: ભૂકંપના કારણે કોઈ જાનમાલને નુકસાન થયુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી access_time 1:08 pm IST

  • રાહુલ ગાંધીના છબરડા !!પાંચ મહિના ચાર વખત બદલી રાફેલ વિમાનની કિંમત :યુપીએ કાર્યકાળમાં રાફેલ ડીલની અલગ અલગ કિંમતોને ટાંકીને સરકાર પર કરે છે પ્રહાર :પાર્ટી પણ પરેશાન : સોશ્યલ મીડિયામાં પણ થાય છે ટ્રોલ :29મી એપ્રિલે યુપીએ અને મોદીના કાર્યકાળમાં કિંમત ની તુલના કરી ;રાહુલે કહ્યું યુપીએ વખતે 700 કરોડમાં વિમાન પડતું હતું :3જી મેં એ કર્ણાટકમાં રાહુલે કહ્યું મોદીસી સરકારે રાફેલ માટે 1500મ કરોડમાં સમજૂતી કરી :29મી જુલાઈએ લોકસભામાં રાફેલની કિંમત 520 કરોડ જણાવી access_time 1:26 am IST

  • સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ શ્રીનગરના લાલચોકમાં ઝંડારોહણનો સ્થાનિકોએ કર્યો વિરોધ : શ્રીનગર બહાર છ લોકોએ ઝંડો ફરકાવવાની કરી કોશિશ :;ત્રણ લોકોને સ્થાનિકો સાથે થયો ઝઘડો : સ્થાનિકોએ મારકૂટ કરવાની કોશિશ કરી :પોલીસે સમયસૂચકતા દાખવી મામલો થાળે પાડ્યો access_time 1:05 am IST