Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

દેશના તમામ નાગરિકોને પ્લાસ્ટીકના તિરંગાનો ઉપયોગ ન કરવા કેન્‍દ્ર સરકારની સલાહઃ તિરંગો હંમેશા લંબચોરસ હોવો જોઇઅે તેમજ જમીન અથવા પાણીને ન અડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇઅેઃ તિરંગાનું અપમાન કરનારને ૩ વર્ષની સજાની જોગવાઇ

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ(15 ઓગસ્ટ)ના બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે દેશના તમામ નાગરિકોને પ્લાસ્ટિકના તિરંગાનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. ગૃહ મંત્રાલય જાહેર કરેલી એડવાઈઝરીમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તે સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે દરેક જગ્યાએ રાષ્ટ્રીય ધ્વજ સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવામાં આવે.

સામાન્ય રીતે પ્લાસ્ટિકના રાષ્ટ્ર ધ્વજ (તિરંગા) ધ્વજવંદન કાર્યક્રમ બાદ અલગ-અલગ જગ્યાએ પડેલા હોય છે. જેના કારણે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થાય છે. આવી સ્થિતિમાં તમારે ભૂલથી પણ પ્લાસ્ટિકના તિરંગાનો ઉપયોગ કરવો નહીં. આજે અમે તમને જણાવીશું ‘ધ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002’ ધ્વજના નિયમો વિશે.

-રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગો હોય છે જે તમામની પહોળાઈ એક માપની હોવી જોઈએ. જેમાં સૌથી ઉપર કેસરી (સેફ્રોન) વચ્ચે સફેદ અને નીચે લીલો કલર હોય છે. વચ્ચેની પેનલમાં નેવી બ્લૂ કલરમાં અશોક ચક્રની ડિઝાઈન હોય છે જેની અંદર 24 આકા હોય છે. એ પણ જરૂરી હોય છે કે તિરંગામાં આ બંને તરફથી જોઈ શકાય.
-ધ્વજ હાથથી ઉન/કોટન/સિલ્ક/ખાદીના કાપડથી કાતવામાં અથવા બનાવવામાં આવ્યો હોવો જોઈએ.
-તિરંગો હંમેશા લંબચોરસ આકારમાં જ હોવો જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 હોવું જોઈએ.
-કોઈપણ સંજોગોમાં તિરંગાને જમીન અથવા પાણી પર ન અડકાવો જોઈએ.
-તિરંગાને એવી રીતે ન રાખવો કે જેનાથી તેને નુકસાન થાય અથવા ખરાબ થાય.

-કોઈ પણ બિલ્ડિંગ પર ધ્વજને અડધો ન લહેરાવવો. જોકે સરકારી બિલ્ડિંગ કે ઓફિસ પર કેટલાક ખાસ પ્રસંગોએ આ રીતે અડધો લહેરાવવામાં આવે છે.
– ધ્વજને શરીર પર ન લપેટવો જોઈએ, ધ્યાન રાખવું કોઈના અંતિમ સંસ્કારમાં પણ તેનો ઉપયોગ ન થાય.
-રાષ્ટ્રીય ધ્વજ કોઈ કોસ્ટચ્યૂમ કે યૂનિફોર્મનો ભાગ ન હોય. સોફાના કુશન, રૂમાલ, નેપ્કિન અથવા અન્ય કોઈ ડ્રેસ મટીરિયલ પર તેની આકૃતિ ન હોવી જોઈએ.
-તેને કોઈ ખાનગી વાહન, ટ્રેન, જહાજ કે વિમાનની આગળ, પાછળ કે સાઈડ પર લગાવવો નહીં.
-ધ્વજના કલર કોમ્બિનેશનમાં પણ કોઈ ફેરફાર કરવો નહીં.
-ફાટેલો, જૂનો, ગંદો રાષ્ટ્રીય ધ્વજ ક્યારેય ફરકાવવો નહીં.
-જો રાષ્ટ્રીય ધ્વજ ખરાબ થઈ ગયો છો તો તેનો નિકાલ એકાતમાં અથવા ખાનગી રીતે કરવામાં આવે. ધ્વજની માર્યાદાને ધ્યાનમાં રાખતા તેને દફનાવવો અથવા અન્ય કોઈ રીતે તેનો નિકાલ કરવો જરૂરૂ છે.

‘પ્રિવેંશન ઓફ ઈન્સલ્ટ ટૂ નેશનલ ઓનર એક્ટ,1971’ મુજબ, જો કોઈ સાર્વજનિક સ્થળ અથવા અન્ય કોઈ જગ્યાએ ધ્વજને સળગાવવામાં, ફાડવામાં કે અન્ય કોઈ રીતે અપમાન કરવામાં આવે તો, તે વ્યક્તિને 3 વર્ષની જેલ સાથે દંડ થઈ શકે છે.

(6:22 pm IST)