Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ઉત્તરાખંડ સરકાર દ્વારા ભારત અને તિબેટને જોડતા વેપારી માર્ગ ઉપર દરિયાઇ સપાટીથી ૧૧૦૦ ફુટની ઉંચાઇઅે સ્‍કાઇવોક બનાવવા નિર્ણયઃ કાચની સપાટીના કારણે હવામાં ચાલી રહ્યા હોય તેવા અનુભવ થશેઃ ૧૯૭પમાં સેનાઅે આ રસ્તાનો ઉપયોગ બંધ કરી દીધો હતો

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ભારત અને તિબેટને જોડતા દરિયાઇ માર્ગ ઉપર ૧૧૦૦ ફુટની ઉંચાઇઅે કાચના સ્‍કાઇવોકનું નિર્માણ કરવામાં આવશે.

એડવેન્ચર ટૂરના શોખીન હોવ અને તેમાં પણ તમે જો ચીનના હજારો કિમીની ઉંચાઈ પર બનેલા કાચના પૂલને જોઈને મુલાકાત લેવાની ઇચ્છા થતી હોય પણ બેંક બેલેન્સ રજા ન આપતું હોય તો ચિંતા નહીં. હવે આવા એડવેન્ચર વૉકની મજા તમે ભારતમાં પણ માણી શકશો તે દિવસો દૂર નથી.

ઉત્તરાખંડ સરકારે એક સમયે ભારત અને તિબેટને જોડતા વેપારી માર્ગ પર દરિયાઈ સપાટીથી 1100 ફૂટ ઉંચે આવેલ ગર્તાગલીને રાજ્ય સરકારે સ્કાઈ વૉક તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે. લગભગ 300 મીટરના આ દુર્ગમ રસ્તામાં ચીનના કાઇલિંગ ડ્રેગન ખ્લિફ સ્કાઈ વૉકની જેમ કાંચની સપાટી બનાવવામાં આવશે. જેના કારણે આ બ્રિજ પર ચાલતી વખતે તમને લાગશે કે જાણે હવામાં તરી રહ્યા છો.

ગર્તાગલ્લી નામનું આ સ્થળ ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી નેશનર પાર્ક અંતર્ગત આવતી ભૈરવઘાટીના નૈલાંગને જોડતા માર્ગ પર આવેલ છે. કહેવામાં આવે છે કે પેશાવરના પઠાણોએ ભારત-તિબેટ વચ્ચે વેપાર માટે આ રસ્તાને લગભગ 1000 ફૂટની ઉંચાઈએ પથ્થરોને કોતરીને સીડી જેવો ચાલવાનો રોડ તૈયાર કરી બનાવ્યો હતો. જે બાદ આ રસ્તે ઊન, ચામડાની વસ્તુઓ, મીઠું સહિત અનેક વસ્તુ ઉત્તરકાશીના બજારોમાં આવતી હતી. વર્ષ 1965ના યુદ્ધ બાદ આ રસ્તો બંધ કરી દેવામા આવ્યો છે. પરંતુ સેનાએ આ રસ્તાનો ઉપયોગ ચાલુ રાખ્યો. જોકે 1975માં સેનાએ પણ આ રસ્તાનો ઉપયોગ બંધ કરી દીધો હતો.

રસ્તો બંધ થઈ જવાના કારણે અને દેખરેખના અભાવમાં સંપૂર્ણ જર્જરીત સ્થિતિમાં પહોંચી ગયો છે જોકે રોમાંચના શોખીનોએ ગર્તાગલી ફરી શરૂ કરાવવા માટે સતત માગણી ચાલુ રાખી. જેને લઇને અંતે સરકારે માગ સ્વીકારી લીધી. તેમજ આ માર્ગની મરમ્મત માટે ઉત્તરાખંડ સરકારે 26.59 લાખ રૂપિયાનું ફંડ પણ ફાળવ્યું છે.

(6:22 pm IST)