Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મહિલા ૧૦મી વાર પ્રેગ્નેટ થઇ : ડોકટરોએ એવી સલાહ આપી કે હોસ્પિટલ છોડી નાસી ગઇ

૫૨ વર્ષની મહિલાને છે ૯ દિકરા : ૪ના તો થઇ ગયા છે લગ્ન

ચેન્નાઇ તા. ૧૪ : એક મહિલા જયારે ૧૦મી વાર પ્રેગ્નેટ થઈ પરંતુ તેના હોસ્પિટલથી ભાગી જવાની ખબર સાંભળીને સૌ કોઈ હેરાન છે. આ મહિલા પોતાના પરિવાર સાથે પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં સારવાર કરાવવા માટે પહોંચી હતી. પરંતુ અચાનક ત્યાં કંઈક એવં થયું તે હોસ્પિટલમાંથી ફરાર થઈ ગઈ.

મામલો તમિલનાડુનો છે. આ મહિલાની ઓળખ ૫૨ વર્ષની આરાયીના રૂપમાં કરાઈ છે. અર્નથાંગીના પાસે વેતિયાનગુડીના રહેનારા ૫૬ વર્ષના આનંદનની પત્ની આરાયીના નવ દીકરા છે. ૧૦મી વાર પ્રેગ્નેટ થવાની બાદ તેને લોહીની ઉણપ થઈ ગઈ હતી. આરાયીની તબિયત પાછલા કેટલાક દિવસોથી ખરાબ થઈ હતી. જેથી આરાયી પોતાના પરિવાર સાથે સિંહવનમમાં સ્થિતિ પ્રાઈમરી હેલ્થ સેન્ટર પહોંચી.

આરાયીની સ્થિતિ જોઈને ડોકટરોએ તરત જેને હોસ્પિટલમાં એડમિટ થવાનું કહ્યું. આરાયીએ ડોકટરો જણાવ્યું કે તેને જાણ નથી કે તે ફરીથી કયારે પ્રેગ્નેટ થઈ ગઈ. તેને લાગ્યું કે મોનોપોઝ બાદ તે પ્રેગ્નેટ નહીં થાય. આ બાદ ડોકટરોએ આરાયીને કહ્યું કે તે ડિલિવરી થઈ ગયા બાદ તેને બર્થ કંટ્રોલની જરૂરિયાત છે. પરંતુ ડોકટરોના એટલું કહ્યા બાદ તે તરત જ હોસ્પિટલ છોડીને ભાગી ગઈ.

વિસ્તારના લોકોનું કહેવુ છે કે આરાયીના બધા બાળકો અત્યાર સુધી ઘર પર જ જન્મ્યા છે. ૧૮ ઓગસ્ટે ડિલિવરી માટે આરાયી નહોતી જવા ઈચ્છતી કારણ કે તેને લાગતું હતું કે હેલ્થ સેન્ટરના ડોકટરોએ તેની સર્જરી કરી દેશે અને આ ભયના કારણે જે તે હોસ્પિટલમાંથી ભાગી ગઈ. હાલમાં તમને જણાવી દઈએ કે પાછલા નવ બાળકોની માતા આરાયી પોતાના પાંચ બાળકો અને પતિ સાથે રહે છે. આરાયીના ચાર બાળકોના લગ્ન થઈ ચૂકયા છે.

(3:19 pm IST)