Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

‘2018 Doodle 4 Google’ કોમ્પિટિશનની જાહેરાત :વિજેતા વિદ્યાર્થીઓને ઇનામમાં ગુગલ આપશે 5 લાખની સ્કોલરશીપ

ગૂગલે ‘2018 Doodle 4 Google’ કોમ્પિટિશન જાહેર કરી છે.જેમાં દેશભરના આર્ટ લવર વિદ્યાર્થીઓને પોતાના ઈમેજિનેશનને ગૂગલના ડૂડલનો આકાર આપવાની તક મળશે.જીતનારને ઈનામમાં પાંચ લાખ રુપિયાની સ્કૉલરશિપ આપવામાં આવશે.

   કોમ્પિટિશનમાં સર્ચ એન્જિનનો મોટો લોગો બનાવવા માટે અપ્લાય કરવાનું કહેવામાં આવ્યું છે. આ વર્ષની થીમ છે, તમને શું પ્રેરિત કરે છે? ડૂડલમાં શામેલ અક્ષરો(GOOGLE)ને ક્રેયોન્સ, ક્લે, વોટર કલર્સ, ગ્રાફિક ડિઝાઈન વગેરેના ઉપયોગથી ક્રિએટીવ રીતે ડેકોરેટ કરવાના છે. જીતનાર વિદ્યાર્થીને સ્કૉલરશિપ સિવાય પોતાની ક્રિએટિવીટી કંપની સાથે શેર કરવાની પણ તક મળશે. 

   આ કોમ્પિટિશનમાં ધોરણ 1થી 10 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જીતનાર સ્ટુડન્ટના ડૂડલને ગૂગલ બાળ દિવસના રોજ હોમપેજ પર મુકશે. ક્રિએટિવ આર્ટ જમા કરાવની અંતિમ તારીખ 6 ઓક્ટોબર છે. 

ગેસ્ટ જજ અને ગૂગલની ડૂડલ ટીમના લીડર રયાન જર્મિક એન્ટ્રીઝ ચેક કરશે. આ લોકો મળીને ટૉપ 20 ડૂડલ્સ સિલેક્ટ કરશે. ત્યારપછી 23 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન આ ડૂડલ્સને પબ્લિક વોટિંગ માટે મુકવામાં આવશે.

(2:14 pm IST)