Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

15મી ઑગસ્ટે મોદીની સુરક્ષા કરશે 36 મહિલાઓ: તમામ કમાન્ડો યુવતીઓ પૂર્વોત્તર રાજ્યોની

કમાન્ડો તરીકેની આકરી તાલીમ પાસ કર્યા બાદ સુરક્ષાની જવાબદારી

નવી દિલ્હી :15મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં 36 મહિલા કમાન્ડો સામેલ છે દિલ્હીમાં તહેનાત SWAT (સ્પેશિયલ વૅપન્સ ઍન્ડ ટેક્ટિ્સ) મહિલા કમાન્ડોની ટીમમાં તમામ યુવતીઓ પૂર્વોત્તરનાં રાજ્યોની છે.

  કમાન્ડો તરીકેની આકરી તાલીમ પાસ કર્યા બાદ હાલ તેમના પર દિલ્હીની સુરક્ષાની જવાબદારી છે.તેમની પહેલી કસોટી 15મી ઑગસ્ટે થશે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં લાલ કિલ્લા ખાતે તહેનાત કરવામાં આવશે.

  જોકે, મહિલા કમાન્ડો બનવાની તેમની કહાણી ખૂબ જ પડકારજનક છે. પરિવારથી લઈને સમાજનો સામનો કરવાની સાથે તેમને ખુદને પણ આ કાર્ય માટે તૈયાર કરવાનાં હતાં.

(2:01 pm IST)