Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રોજના ૧ ટકા વ્યાજની થતી ઓફરઃ ૧૦૦ દિ'માં નાણા બમણા

બીટકોઇનમાં ગુજરાતના ઇન્વેસ્ટરોએ ગુમાવ્યા છે અધધ રૂ. રર૦૦૦ કરોડ

રોકાણ કરી ફસાઇ જનારા હવે રાતા પાણીએ રોવે છે

મુંબઇ તા. ૧૪ :.. ક્રિપ્ટો કરન્સીના સ્વરૂપમાં ચર્ચીત બિટકોઇનમાં નિવેશના નામે રોકાણકારોએ પોતાની પરસેવાની કમાણી ગુમાવી છે તગડા નફાની લાલચમાં ગુજરાતના ઇન્વેસ્ટરોએ રૂ. રર૦૦૦ કરોડ ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ફ્રોડ-છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ હવે રોવાનો વારો આવ્યો છે કારણ કે તેઓ રોજનું ૧ ટકા વ્યાજ મેળવશે. અને ૧૦૦  દિવસમાં નાણા બમણા થવાની લાલચમાં ફસાઇ ગયા હતાં. ગુજરાતમાં આ ફ્રોડની શરૂઆત નોટબંધી બાદ એટલે કે નવેમ્બર ર૦૧૬ બાદ થઇ હતી કારણ કે લોકોને ઝડપથી પોતાના કાળા નાણા સગેવગે કરવા હતાં.

અમદાવાદ સ્થિત એક આઇટી કંપનીના સીટીઓ સન્ની વાઘેલા જણાવે છે કે બીટકોઇનના વ્યવહારો નનામા હોય છે તેને માટે કોઇ પુરાવાની જરૂર રહેતી નથી. તે વિશ્વના કોઇપણ ખુણેથી ઓપરેટ થઇ શકે છે. બીટકોઇન ક્રિીપ્ટો કરન્સી માટે સુરત મુખ્ય કેન્દ્ર બન્યું હતું બ્લુમબર્ગનો રીપોર્ટ જણાવે છે કે, ગુગલ ઉપર સર્ચ કરીએ તો સૌથી વધુ સર્ચ ગુજરાતથી થઇ હતી. અને ભારતીયો બીટકોઇન માટે રપ ટકા વધુ પણ ચુકવવા તૈયાર હતાં.

ર૦૧૭ માં બીટકોઇનનો ભાવ ૯૦૦  ડોલરથી વધીને ર૦,૦૦૦ ડોલર સુધી પહોંચતા તેમાં લોકોનો રસ વધ્યો હતો. ૧ ટકા ડેઇલી વ્યાજની ઓફર કરવામાં આવતી  હતી (બીટકોઇન ઓનર્સને). આ ફ્રોડનો અભ્યાસ કરનારનું કહેવું છે કે, પ૦ થી ૧૦૦ ડોલરમાં કોઇન ખરીદનારના ૩૬ર ડોલર સુધીનો ફાયદો થતો હતો.

(1:04 pm IST)