Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કાલે દેશની આઝાદીના ૭૧ વર્ષ પુરા થશે : દેશ મનાવશે ૭૨મો સ્વતંત્રતા દિવસ : મોદી વડાપ્રધાન તરીકે કાર્યકાળમાં અંતિમ વખત રાષ્ટ્રને સંબોધશે

કાલે મોદી કરશે લોકલુભાવન જાહેરાતો : ચૂંટણીલક્ષી હશે પ્રવચન

સમગ્ર દેશમાં એક જ ચર્ચા : કઇ જાહેરાતો થશે? પ્રવચન થકી લોકસભાની ચૂંટણીની શતરંજ બિછાવશે એ નક્કી

નવી દિલ્હી તા. ૧૪ : કાલે ભારતની આઝાદીના ૭૧ વર્ષ પુરા થઇ જશે. કાલે દેશ ૭૨મો સ્વતંત્રતા દિવસ મનાવશે. પરંપરા અનુસાર આ દિવસે લાલકિલ્લા પરથી પીેઅમ દેશને સંબોધન કરે છે. પીએમ તરીકે નરેન્દ્ર મોદી તેમના કાર્યકાળમાં અંતિમ વખત રાષ્ટ્રને સંબોધિત કરશે. પોતાના પાછલા પ્રવચનોમાં મોદીએ એનડીએ સરકારની પોલીસી અને વિદેશનીતિ ઉપર ફોકસ રાખ્યું હતું પણ આ વખતે તેમનું અંતિમ પ્રવચન હોઇ એવું માનવામાં આવે છે કે, તેઓ લોકલુભાવન જાહેરાતો કરશે અને લોકસભાની ચૂંટણીને કેન્દ્રીત હશે તેમનું પ્રવચન તેમનું આ વખતનું પ્રવચન રાજનીતિ પર વધુ ફોકસ હશે અને પોલીસી પર ઓછી વાત હશે. પીએમ બન્યા બાદ મોદીએ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭માં ૧૫મી ઓગસ્ટે દેશને સંબોધિન કર્યું છે. ચારેય વખતે તેમણે લાલકિલ્લા પરથી કોઇને કોઇ મોટી યોજના કે લોકલુભાવન પોલીસીની જાહેરાત કરી છે. સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, વન રેન્ક વન પેન્શન, ગામડાઓનું વિજળીકરણ, નીતિ આયોગ નામ રાખવું વગેરે એલાનો કર્યા છે. તેણી ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પીએમનું પ્રવચન માત્ર નીતિઓની જાહેરાતોના હિસાબથી મહત્વનું નથી પણ તેની રાજકીય ક્ષમતા પર પણ વિચારવું પડતું હોય છે. તેઓ શું બોલશે તે કોઇને ખબર હોતી નથી. દેશભરમાં ચર્ચા છે કે તેઓ શું બોલશે.

છેલ્લા પ્રવચનો પર વિચાર કરીએ તો એક મહત્વની પેટર્ન મળે છે. તેઓ શરૃઆત સામાન્ય વિષયથી કરે છે. ધીમે ધીમે સરકારની નીતિ પર આવે છે તે પછી સરકારની ઉપલબ્ધી ગણાવે છે પછી કોઇ મોટી પોલીસીનું એલાન કરે છે. અંતમાં વિપક્ષનું નામ લીધા વગર પોતાની વાત જણાવી દયે છે પછી પાછા સામાન્ય વિષય પર આવી પ્રવચન સમાપ્ત કરી દયે છે.

૨૦૧૬માં તેમણે ૯૪ મિનિટનું પ્રવચન કર્યું હતું. આ વખતે જોવાનું છે કે પીએમ કેટલા સમય બોલે છે.(૨૧.૧૭)

 

(12:53 pm IST)