Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

૩૫ ટકા લોકો નેટ બેકિંગ અને ૩૧ ટકા લોકો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા બુકિંગ કરાવે છે

ડેબીટકાર્ડથી ઓનલાઇન રેલ્વે ટીકીટ બુકીંગ પર ચાર્જ નહી લાગે

નવી દિલ્હી તા. ૧૪ : આઇઆરસીટીસીએ ઓનલાઇન ટીકીટ બુકીંગ પર રેલ પ્રવાસીઓને એક વધુ લાભ આપ્યો છે.  તેણે ઓનલાઇન ટીકીટ બુકિંગ કરનાર પાસેથી પેમેન્ટ ચાર્જ નહી લેવાનો નિર્ણય કર્યો છે. જો કે છુટ ફકત ડેબિટ કાર્ડ થી  કરાએલ પેમેન્ટ માટે જ મળશે. કેડ્રીટ કાર્ડ અથવા વોલેટ થી કરાએલ પેમેન્ટ માટે આ શુલ્ક પહેલાની જેમ જ  આપવુ પડશે. આઇઆરસીટીસીએ પોતાના ટવીટર ખાતા મારફત આ જાહેરાત કરી છે.

ડીજીટલ લેવડ દેવડ ને પ્રોત્સાહન 

આઇઆરસીટીસીએ ડીજીટલ લેવડ દેવડ અને ઓનલાઇન ટ્રેન ટીકીટ  બુકીંગ વધારવા માટે આ પગલુ લીધુ છે. આ પહેલા ઓનલાઇન  ટીકીટ બુકીંગ પર બેંક લેવડ દેવડ શુલ્ક રૂપે  પ થી ૧૦ રૂપિયા વસુલવામાં આવતા હતા. લેવડ દેવડ શુલ્ક પર બેંક ૧.૮ ટકા ટેકસ લે છે.

સેવા શુલ્કમાં રેલ્વેએ પહેલેથી જ છુટ આપેલી છે.

નવેમ્બર ૨૦૧૬ થી આઇઆરસીટીસી ઓનલાઇન  રેલ ટીકીટ બુકીંગમાં રેલ યાત્રીઓને  સેવા શુલ્ક માં પહેલેથી જ  છુટ આપે છે. આઇઆરસીટીસીને  આ ખોટની ભરપાઇ માટે નાણા મંત્રાલય ૨૦૧૮-૧૯ના વર્ષ માટે  ૧૨૦ કરોડ રૂપિયા આપશેે. ૨૦૧૭-૧૮ના  વર્ષ માટે આ જ બાબતે ૮૮ કરોડ રૂપિયા ચુકવાયા હતા.

મફત વીમો બંધ કરીને ઝટકો

 રેલ્વેએ ૧ સપ્ટેમ્બરથી યાત્રીઓને મફત યાત્રા  વિમાનો લાભ નહી આપે અને વીમાની જોગવાઇ વૈકલ્પીક  હશે. યાત્રીકોએ  વેબ અથવા મોબાઇલથી ટીકીટ બુક કરાવતી વખતે બેંકમાંથી એક વિકલ્પ  પસંદ કરવાનો રહેશે.  જેમા એકમાં વીમો લેવાનો અને બીજો વીમો છોડવાનો હશે. આઇઆરસીટીસીએ  ડીસેમ્બર ૨૦૧૭ થી મારફત  યાત્રા વિમો શરૂ કર્યો હતો. (૯.૩)

(11:53 am IST)