Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જિમ ગયા વિના જ આ યુવકે ૩ મહિનામાં ઉતાર્યું વજન

મુંબઇ તા. ૧૪  :૨૫ વર્ષની ઉંમરે 'ઓવરવેઈટ'નું લેબલ લાગી જાય તે કોને ગમે? પોતાને ફેટમાંથી ફિટ બનાવવા માટે આસિફ મોહમ્મદ નામના આ સોફટવેર એન્જિનિયરે ૩ મહિના મહેનત કરી અને ૧૫ કિલો વજન ઉતાર્યું. અહીં તે પોતાની વેઈટ લોસ જર્ની વિષે જણાવી રહ્યો છે.

બ્રેકઅપ થયા પછી મારું વજન વધવા લાગ્યુ. હું ડિપ્રેશનમાં હતો અને મેં મારા સ્વાસ્થ્યની કાળજી લેવાનું છોડી દીધુ હતુ. હું ગમે તે સમયે ઊંઘી જતો અને ગમે તે સમયે ઉઠતો. મોટાભાગે બહાર જમતો. બે વર્ષમાં તો મારું વજન ૭૫થી વધારે થઈ ગયુ. પછી મારા પરિવારના સપોર્ટની મદદથી મેં આ સ્થિતિમાંથી બહાર આવવાનો નિર્ણય કર્યો.

બ્રેકફસ્ટ- બ્રાઉન રાઈસ, ૧૦૦ ગ્રામ ગ્રિલ ચિકન અને કોઈ પણ વેજ કઢી. બે કલાક પછી ૧ ચમચી ઘરે બનાવેલું પીનટ બટર, ૧૦ બદામ અને ૪ અખરોટ.

લંચ- ૫ નાની રોટલી, ૧૦૦ ગ્રામ ગ્રિલ્ડ ચિકન બ્રેસ્ટ અને વેજ કરી.

નાસ્તો- મિકસ ફ્રૂટનો એક બાઉલ

ડિનર- ૫ નાની રોટલી, વેજ કઢી અને ૨ ઈંડાની સફેદી.

મારો એક પણ દિવસ ચીટ ડે નથી હોતો. જયારે ફેટ અને પ્રોટીન વાળો ખોરાક વધી જાય અને કાર્બ્સ ઘટી જાય ત્યારે હું ચીટ મીલ લઈ લેતો હતો. ચીટ મીલમાં મેં કયારેય મીઠાઈ નથી ખાધી. ચીટ મીલમાં હું એવો જ ખોરાક લેતો હતો જેમાં કાર્બ્સ વધારે હોય.

મેં વજન ઉતારવા માટે જિમ જોઈન નહોતુ કર્યું. હું ઘરે જ વર્કઆઉટ કરતો હતો. રઝિસ્ટન્સ બેન્ડ સાથે ફુલ બોડી વર્કઆઉટ કરતો હતો અને કાર્ડિઓ માટે બર્પ્સ કરતો હતો. અઠવાડિયામાં ૬ દિવસ હું વર્કઆઉટ કરતો હતો, ૩ દિવસ રઝિસ્ટન્સ બેન્ડ વર્કઆઉટ અને ૩ દિવસ કાર્ડિયો અને રઝિસ્ટન્સ બેન્ડ વર્કઆઉટ બન્ને.

એવુ નથી કે તમે શરીરના કોઈ એક ભાગની ચરબી ઓછી કરી શકો છો. તમારે આખા શરીરને ફિટ કરવું પડશે. ઉદાહરણ તરીકે, ક્રંચ એકસર્સાઈઝથી માત્ર બેલી ફેટમાં ઘટાડો નહીં થાય, તેની અસર તમારા એબ્સ પર પણ પડશે. આ સિવાય ડાયટનું પણ ઘણું મહત્વ છે. દિવસમાં ૭-૮ કલાકની ઊંઘ મળવી જરૂરી છે. તમે દિવસમાં કેટલી કેલરી લો છો તેની ગણતરી રાખવી ખુબ જરૂરી છે.

મને જયારે સમજાયુ કે વજન ઉતારવા માટે ડાયટ પર ધ્યાન આપવું જરુરી છે, મેં મારા કિચન અને ફ્રિજમાં રહેલી દરેક અનહેલ્ધી વસ્તુઓ દૂર કરી. ઉદાહરણ તરીકે રિફાઈન્ડ ઓઈલના સ્થાને એકસ્ટ્રા લાઈટ વર્જિન ઓઈલનો ઉપયોગ શરુ કર્યો. જંક ફૂડ ખાવાનું બંધ કરી દીધુ. વર્કઆઉટ મારા જીવનનો એક ભાગ બની ગયુ હતુ અને એક પણ દિવસ હું તે મિસ નહોતો કરતો. બહાર જઉ ત્યારે પ્રોટીન બાર, નટ્સ અને ફ્રુટ સાથે લઈને જતો હતો.

(કોઈ પણ ડાયટ પ્લાન અને વર્કઆઉટ શરૂ કરતા પહેલા તમારા ડોકટરની સલાહ ચોક્કસ લો. બની શકે કે જે ડાયટ પ્લાન એક વ્યકિત માટે અસરકારક સાબિત થાય, તે બીજી વ્યકિત માટે ન પણ હોય.)(૨૧.૧૩)

(9:59 am IST)