Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

એરટેલની 'ઇન્ડિપેન્ડેસ ડે' ઓફર : રિચાર્જ પર પહેલીવાર થશે જોરદાર ફાયદો

પોસ્ટ પેઇડ પ્લાનમાં મળશે વધુ ડેટા

મુંબઇ તા. ૧૪ : એરટેલે ૨૫૦ રૂપિયાના કેશબેકની ઓફર બહાર પાડી છે. આ ઓફરનું નામ ‘Independence Week Special’ રાખ્યું છે. આ ઓફર એરટેલ પેમેન્ટ બેન્કથી કોઈપણ બિલ પેમેન્ટ કરવા પર મળી રહી છે. આ ઓફર મુજબ દર કલાકે ૩૦૦ યુઝર્સને ૨૫૦ રૂપિયા કેશબેક આપવામાં આવશે. આ ઓફર ૧૫ ઓગસ્ટ સુધી આપવામાં આવશે. ઉપરાંત યુઝર્સને ૩૯૯ રૂપિયાના રિચાર્જ પર ૧૦૦ ટકા કેશબેક મળી રહ્યું છે.

એરટેલના ૩૯૯ રૂપિયાના પ્લાનમાં ૧૧૭.૬ જીબી હાઈસ્પીડ ડેટા મળી રહ્યો છે. આ ડેટા 3G/4G યુઝર્સને મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી ૮૪ દિવસની છે. આ પ્લાનમાં યુઝરને રોજના ઉપયોગ કરવા માટે ૧.૪ જીબી ડેટા મળશે. ઉપરાંત અનલિમિટેડ કોલિંગનો ફાયદો રોમિંગમાં પણ ઉઠાવી શકાશે. આ પ્લાનમાં યુઝર એક દિવસમાં ૨૫૦થી વધારે મિનિટ કોલ નહીં કરી શકે. સમગ્ર અઠવાડિયામાં ૧૦૦૦ મિનિટથી વધારે કોલ નહીં કરી શકે. જો યુઝર તેનાથી વધારે કોલ કરવા ઈચ્છે તો તેનો ચાર્જ આપવો પડશે. આ પ્લાનમાં યુઝરને રોજના ૧૦૦ એસએમએસ મળશે.

એરટેલના ૩૯૯ રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં હવે યુઝર્સને વધારે ૨૦ જીબી ડેટા મળશે. હાલમાં આ પેકમાં દર મહિને ૨૦ જીબી ડેટા મળે છે અને ૨૦૦ જીબીસુધી ડેટા રોલઓવરની સુવિધા મળે છે. સાથે જ અનલિમિટેડ કોકલ, એસટીડી અને રોમિંગ કોલની સુવિધા મળે છે. રોજના ૧૦૦ એસએમએસ પણ કરી શકો છો. પરંતુ એકસ્ટ્રા ૨૦ જીબી ડેટાનો ફાયદો એરટેલના નવા પોસ્ટપેડ ગ્રાહકો લઈ શકશે.

જણાવી દઈએ કે એરટેલ પોતાના યુઝર્સને એરટેલ ટીવીની સુવિધા ફ્રીમાં આપી રહ્યું છે. અહીં યુઝર્સ મેચનું લાઈવ પ્રસારણ જોઈ શકે છે. ઉપરાંત મૂવી અને અન્ય ટીવી પ્રોગ્રામ જોઈ શકે છે. એરટેલ પોતાના યુઝર્સને હેડસેટ ડેમેજ રિપેર કરવાની સુવિધા પણ આપી રહ્યું છે. આવી રીતે યુઝરને સમગ્ર વર્ષ દરમિયાન ૨૪૦ જીબી વધારે ડેટા મળશે.(૨૧.૧૨)

(9:58 am IST)