Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પ્રદૂષણથી ભારતના હાલ બેહાલ : ગુજરાતના એક પણ શહેર નથી રહેવાલાયક : WHO રિપોર્ટ

ભારતના લોકો ૫ ખર્વ ડોલર એટલે ૩૫૦ ખર્વ રૂપિયાનો નુકસાન વેઠી રહ્યા છે

નવી દિલ્હી તા. ૧૪ : સવાસો કરોડ કરતા પણ વધુ લોકોની વસ્તી ધરાવતા દેશમાં પ્રદૂષણ ખતરાની સીમા વટાવી ચુકયું છે. હૃદયનાં ધબકારાની સાથે ફેફસામાં જતી હવા એ જીવનની ક્ષણો ઘટાડી રહ્યું છે. WHOનો એક રિપોર્ટ આ વાત કહી રહ્યો છે. રોડમેપ ટુવાર્ડ્સ કલીનિંગ ઇન્ડિયાઝ એર નામનાં એક અધ્યયનમાં ખુલાસો થયો છે કે ભારતનાં લોકો ૫ ખર્વ ડોલર એટલે કે ૩૫૦ ખર્વ રૂપિયાનો નુકસાન વેઠી રહ્યાં છે.

વાયુ પ્રદૂષણનાં કારણે હજારો લોકો સમય પહેલાં જ મરી જાય છે અથવા તો બિમારીગ્રસ્ત જીવન જીવવા મજબુર બને છે. પરંતુ જો WHOના માપદંડોને ધ્યાને લેવામાં આવે દેશમાં લોકોની સરેરાશ ઉંમરમાં ૪ વર્ષનો વધારો થઇ જશે. કારણ કે ભારતમાં અત્યારે ૬૬ કરોડ કરતાં પણ વધુ લોકો ખરાબ હવાનો ભોગ બની રહ્યાં છે.

ભારત સરકારનાં કેન્દ્રીય શહેરી મામલાનાં મંત્રાલયે દેશમાં રહેવા લાયક શહેરોની યાદી જાહેર કરી. જેમાં સૌથી પ્રથમ ક્રમાંક પૂણેને મળ્યો છે. નવી મુંબઇને બીજો ક્રમ અને ગ્રેટર મુંબઇને ત્રીજા ક્રમે સ્થાન મળ્યું. ૧૧૧ શહેરોની યાદીમાં દિલ્લી ૬૫માં ક્રમે છે. પરંતુ ટોપટેનમાં ગુજરાતનાં એક પણ શહેરને સ્થાન મળ્યું નથી.

સરકાર દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં શહેરોની સુવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ૭૫ કેટેગરીને ધ્યાનમાં રાખવામાં આવી. એટલે કે દેશનાં મોટા ભાગનાં મેગાસીટી રહેવા લાયક રહ્યાં નથી. ઉદ્યોગ, વાહનો અને ઘટતા જંગલોનાં કારણે દેશભરમાં પ્રદૂષણ વધ્યું છે. દિલ્હીમાં વધેલા પ્રદૂષણ અંગે કોર્ટને પણ ટકોર કરવી પડી. ત્યારે પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃતતા આવે તે જરૂરી છે.(૨૧.૭)

 

(6:28 pm IST)