Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

તમને ગમે કે ન ગમે : ગૂગલ તમારી દરેક હિલચાલ પર નજર રાખે છે

સેન ફ્રાન્સિસ્કો તા. ૧૪ : તમે કયાં જાઓ છો અ જાણવા ગૂગલ એટલું ઉત્સુક રહે છે કે તમે ના પાડો તો પણ તે તમારી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખે છે.

એસોસિયેટેડ પ્રેસ-એપી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવ્યું હતું કે તમારી ગુપ્તતાની જાળવણીની ખાતરી આપતી પ્રાઈવસી સેટિંગનો તમે ઉપયોગ કર્યો હોય તો પણ તમે કયાં છો તેની માહિતીનો એન્ડ્રોઈડ અને આઈફોન પરની અનેક ગૂગલ સેવા સંગ્રહ કરે છે.  એપીની વિનંતીને પગલે પ્રિન્સટનસ્થિત કમ્પ્યુટર સાયન્સના સંશોધકોએ તપાસના આ તારણોને સમર્થન આપ્યું હતું.

તમે કયાં છો એ સ્થળની માહિતી માટે મોટાભાગે ગૂગલ પરવાનગી માગે છે.  ગૂગલ મેપ જેવી એપનો તમે ઉપયોગ કરો તો તે પણ તમે કયા સ્થળે છો તેની માહિતી એકઠી કરવા માટે પરવાનગી લેવાનું યાદ કરાવે છે.

જો તમે કયા સ્થળે છો તેનું રેકોર્ડિંગ કરવાની સહમતી દર્શાવો તો અને ભવિષ્યમાં તમે કયારેક એ અંગેની જાણકારી માગો તો ગુગલ મેપ તમારી દૈનિક ગતિવિધિઓની હિસ્ટ્રી દર્શાવે છે.  તમારી મિનિટે મિનિટની ગતિવિધિઓનું માહિતી સંગ્રહી રાખવી તમારી અંગતતા સામે જોખમ ઊભું કરી શકે છે અને શંકાસ્પદ લોકોને શોધી કાડવા પોલીસ તેનો ઉપયોગ કરી શકે છે.

જોકે ગૂગલનું કહેવું છે કે કોઇપણ સમયે તમે લોકેશન હિસ્ટ્રીને ટર્નઓફ કરી શકો છો અને ત્યાર બાદ તમે કયા સ્થળે જાઓ છો તેની માહિતીનો સંગ્રહ નથી થતો. (૨૧.૪)

(9:52 am IST)